કાનુડાને કઈ નજરથી જુઓ છો? તે મહત્વનું છે.
સુદામા, પ્રિયસખા ( દ્વારિકાધીશ)ને મળવા જાય છે.ત્યારે.કૃષ્ણની પત્નીઓએ,દરેકે સુદામાને પોતાની નઝરે જોયા! કોઈને થયું,અમારા પતિનો બાલસખો આવો?! દ્વારકાધીશનો મિત્ર?
કોઈએ તો ટીખળ કર્યું..!
તો કોઈ એના ઉપર ખડખડાટ હસી…!
કોઈએ કહી દીધું,આને-આ ‘ભિખારી’ને મહેલમાં આવવા જ ના દેતા!. ટૂંકમાં દરેક જણ દરેક વસ્તુને,પરિસ્થિતિને પોતાના નઝરીયાથી જુએ !!
‘કમળો હોય એને પીળું દેખાય’.
જ્યાં સુધી ‘આપવા-લેવા’ની દુન્યવી લેવડ-દેવડની વાત છે! ત્યારે “ગરજ” દેખા દેતી હોય છે.કહેવાય છે ને કે ‘ ગરજે ગધેડાને પણ મામા કહેવો પડે છે’!
જ્યારે દેતા હોઈએ, ત્યારે હંમેશાં હાથ ઊંચા જ રહે.પણ એ નઝર ‘સમથળ’ રહે તો કેટલું સારું??!
આપણા પાસે છે,અને આપણે આપીશું જ.એવી લોકોને ખબર છે ત્યારે”માગવા” આવે છે.
આપતી વખતે “હડધૂત” કરીને આપવા કરતાં,પ્રેમથી આપીએ તો?
“હું”મેં આપ્યું,હું આપું છું.એટલે હું મહાન છું.
“હું કરું હું કરું!એજ અજ્ઞાનતા, સકટનો ભાર જ્યમ શ્વાન તાણે!!
જેવી જેની નઝર એવી રીતે એ જોશે
આપણે ભૂતકાળમાં એટલા ફસાઈ જાઈએ છીએ.
વીસ વર્ષના હતા ત્યારે બાપા કહેતા તને ખબર ના પડે! ત્રીસના થયા,બૈરી કહે”તને ખબર ના પડે”
પચાસના થયા,છોકરાઓ કહે:”બાપા તમને ખબર ના પડે”.અને આમ જ જિંદગીમાં લોકોના નઝરીયામાં આપણે ગોથાં ખાઈ જઈએ છીએ.
આપણે,માત્ર આપણને જોઈએ,તેપ્રમાણે જ જોઈએ!અને વિચારીએ છીએ.
એટલે જ,કોઈ કૃષ્ણને ‘ગોપીભાવે’,તો કોઈ ‘બાળભાવે’,તો વળી કોઈ ‘સખાભાવે’,તો કોઇ ‘જગદ્ગુરુના સ્વરૂપ’માં શ્રીકૃષ્ણને ભજે છે!
ભગવાનની પૂજા પણ આપણી ઈચ્છા અને જરૂરિયાત પ્રમાણે કરીએ છીએ.
માણસની મનોવૃત્તિ એવી છે “વા તેડી પુઠ”!
છે એક જ સમંદર થયું એટલે શું?
જુદા છે મુસાફરી જહાજે જહાજે..
મુક્તિદા કુમાર ઓઝા
“નજરીયા”
