કુદરતના ખોળે…. માનવી ની મર્યાદા…!

ઓહો! આ ગરમી! તોબાતોબા! મને તો,’એરકંડીશનર’ વગર ચાલે જ નહિ!
અરે! આ જોને, કેવી ઠંડી પડે છે!આ પાછાં’ગાદલાં-ગોદડાં’કાઢવાં પડશે!
આ વરસાદતો જો જ્યાં જુવો ત્યાં,’ખાડા-ખચીયા’બસ! કોઈ એવી ઋતુ નથી જે સુખ આપે!!!?
ત્યારે થાય! કબૂતર,કાગડો,કોયલ બિલાડી,વનસ્પતિ-વડનું ઝાડ,લીંબડો,પીપળો,એ પશુ,પ્રાણી કે વનસ્પતિ!કેટલાં કુદરતની નજીક છે?એ લોકોને ડિલીવરી માટે સીઝેરીયન નથી કરાવવું પડતું!વરસાદથી રક્ષણ માટે એ લોકો રસ્તો જરૂર શોધી લે છે.બિલ્કુલ કુદરતી રીતે.
પત્થરથી પંખીને પાડતો માણસ પ્લાસ્ટિક યુગમાં ખોવાઈ ગયો છે.
જંગલનો ખાતમો-જ્યાં જુઓ ત્યાં ગગનચુંબી ઈમારતો, બાંધી,વસ્તી વધારા સાથે,જગ્યા રોકી,લીલોતરીનો નાશ એ માણસનો શોખ બની ગયો છે.
હિલસ્ટેશન પર જવુ ગમે છે..પણ ત્યાં પણ કુદરતને કેટલું માણીએ છીએ.?.અહીં તો રજા માણવા આવ્યા છીએ.. સૂઈજાવ.. ગેમ રમો સૂઈ જાવ,અને સાંજે થોડું આમતેમ ટહેલી…”અંગૂરકી બેટીસે મહોબત કરલે.
“જીવો જીવસ્ય ભક્ષણમ્ !”એ કબૂલ, પણ,આપણે પ્રાણીઓનો દુરૂપયોગ કરીએ છીએ!
‘ચામાચીડીયા’માં કૉરોના વાઈરસ રહે છે.એને સરખું પકાવ્યા વગર ખાવ તો તે વાઈરસ માણસમાં આવે છે.પ્રાણીઓનો દુરુપયોગ,દેખાવ માટે કૂતરા-બિલાડાં ઘરમાં પાળે છે.. પણ ગાય,બકરી કે ઊંટની સેવા કરવાનો સમય નથી.!
કૃત્રિમતા તો ડગલેને પગલે! ખાતરમાં,બિયારણમાં દેખાવની બઢતથાય એવાં કેમિકલ્સ, યુરીયાઅને કપડાં ધોવાનો સાબુ મિક્ષ કરીને કૃત્રિમ દૂધ
આપણે કુદરતથી કેટલા દૂર છઈએ કે..લેબર-પેઈન સહન કરવા પણ તૈયાર નથી,અને સીઝેરીયનથી બેબી મન-ચાહા સમયે મેળવીએ છીએ..આવી તો ઘણી બધી ટેક્નીકો જાહેર થઈછે.. જે આપણને કુદરતથી ઘણા દૂર કરે છે!
અપ્રાકૃતિક જન્મ-મરણ.અને સ્ટીરોઇડ્સ-દવાઓપણ જીવનમરણના જોખમમાં મૂકતી હોય છે. આપણને સતત“ભય”સતાવ્યા કરે છે.”શું થાશે? શું નહિ?શું કરવું? શું નહિ? આપણો “અહમ્”ખરી વસ્તુ જોવાથી, અને માણવાથી દૂર કરી દે છે! કુદરત તરફથી મળેલી વસ્તુઓમાં સંતોષ નથી,એટલે એ મોનોટોનસ લાગે છે.અસંતોષ અને તૃષ્ણા જાગે છે..જેથી ઈર્ષ્યા,કામ,ક્રોધ લોભ,મદ,મોહથી, આપણે ઘેરાઈ જઈએ છીએ.મનને કાંઈક વૈવિધ્ય જોઈએ છે..જેમ “દાળ-ભાત-રોટલી-શાક”હવે ઓલ્ડફેશન્ડ થઈ ગયાં છે,નિતનવા ખાવાના પ્રકાર બઝારમાં આવતા જ જાય છે.છતાં પણ કોઈ પણ સંજોગોમાં,દિવાળી જાય પછી,ગરમ-ગરમ ”ખીચડી” ખાવાનું યાદ આવે જ..
લૉકડાઉનમા હું,બહુજ “અકળાઈ” જાઉં છું. ભાઈ સાબ! ન બ્યુટી પાર્લરમાં જવાય! ન શોપીંગ કરાય! અરે,વિંડો-શોપીંગ પણ નથી થતું! સન્ડે આઉટીંગ પણ બિલ્કુલ બંધ છે!! બહુજ “કંટાળો” આવે છે. યાર!! શું કરવું??! આવું જ,ગર્ભમાં હોય ત્યારે અકળામણ અનુભવતો હશે ને?જીવ!ખરું?
કુદરતે બધું જ આપ્યું છે! અસંતોષ,આપણા.‘કામ’.‘મોહે’ આપણને સાઈન્સ તરફ ખેંચી લીધા છે. આપણને,બધું જ જલ્દી જોઈએ છે.પછી તે ‘મેગી’ હોય, કે ડોકટરની ડિગ્રી! ભલે,ગમે તેવી “ફાલતુ સાઈડ-ઇફેક્ટ” થાય!
આદિવાસી લોકોની લાઈફ,અને આધુનિક શહેરમાં રહેવાવાળાની લાઈફ!!એ લોકો વધારે આનંદિત,વધારે નિખાલસ,આયુષ્માન હોય છે.આપણે આશા,આકાંક્ષા,ઈચ્છાઓમાંથી બહાર નથી આવતા.
રાતના ખુલ્લાં આકાશ નીચે, ટમટમતા તારલીયાને નિરખતાં,દાદીમાના પ્રેમાળ અવાઝથી,પરીઓની વારતા સાંભળવાની જે મજ્જા હતી,તે રુમમાં ગંધાતી,ચક્રાવા લેતી એરકંડીશનની હવામાં તો નથી જ.
“મને શું શું ગમે કહું શું શું ગમે?
અંધારી રાતે ઊંડા આકાશમાં,તારા તણા ચમકારા ગમે,મને શું શું ગમે”.
કુદરતના ખોળે રમવું તો બહુ જ ગમે,પણ કુદરત ઉપર વિશ્વાસ રાખવાના બદલે,”હું”મહાન.
મારી મહાનતામાં એવા તો ઘૂમરાઈએ છીએ,કે પોતાની ભૂલો પોતાને દેખાતી નથી. જે નિતનવા રોગોનું કારણ બને છે.શીતળાથી શરૂ થઈ અત્યારે કૉરોના સુધી અને કૉરોનાની વડવાઈઓ તો પૂછો નહિ વાત!
આ રોગોના જન્મદાતા આપણે જ છીએ.સરકારીનીતિ નિયમો ને અવગણી,અસ્વચ્છતા, અવિશ્વાસ,ઉતાવળ,ઈગોમાં રાચીએ છીએ.. આપણે કુદરતને ભૂલી ગયા છીએ,દાંત આપ્યા છે, તે ચવાણું આપશે જ!.તો ભૂતકાળ અને ભવિષ્યને ભૂલી,પેલાં પતંગિયાંની જેમ,આ જ પળને,”પોતાનીપળ”ને માણીએ તો? જે આપણા જ હાથમાં છે.!
મુક્તિદા કુમાર ઓઝા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: