કોઇપણ વસ્તું કે માણસની એટલી બધી અપેક્ષા ન રાખવી,કે તેના વગર નાચાલે.
બસ દિલ જીતવાનો જ હેતુ રાખીએ,કારણ કે…દુનિયા જીતીને પણ સિંકદર ખાલી હાથે જ ગયો.કોઇને’ સારા’ લાગશો, કોઈને’ ખરાબ ‘ પણ ચીંતા ના કરશો..જેવા જેના વિચારો હોય છે,”બાપા તમને કાંઈ ખબર ના પડે”! કહેવાવાળા,ભૂલી જાય છે, કે સાહેબ!તમે અત્યારે છો..તે કોના થકી છો?
“કડવું સત્ય”મુક્તિદા કુમાર ઓઝાકેવા કેવા ખેલાતા રહે જીવનમાં “અંગાર”,ચડતી પડતી ના આ ખેલ તો જો…..,આજે નમાલા પણ શિખામણ આપે છે એને,જે એક દિવસ પાંચમા પુછાતો હતો…!”——– ઇસબ મલેક “અંગાર”વ્યક્તિને મળતાં માનપાન, આવકારો,એ મોટેભાગે સામા વાળાને તેમની જરૂરિયાત,અને શક્તિને ધ્યાને લઈને મળે છે.”ખાસકરીને ઉંમર લાયક લોકો,જે શક્તિશાળી હતા, પણ હવે એ પરાધીન થઈ ગયા છે એવાને, એટલે “બાપા! તમે ચૂપ રહો,એવું તો ઘણા જુવાનીયાઓને બોલતાં સાભળ્યા હશે..જરૂરિયાત અને શક્તિ”એટલે શું? સ્વાર્થ?ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે!‘શક્તિને સલામ’! પણ આપણે પોતે,એવા વ્યવ્હાર પેદા કરીએ,કે સામી વ્યક્તિ ગમે તેવી હોય એને માન સન્માન,આપીએ..કવિ કાગનું મસ્ત ભજન યાદ આવી ગયું,એ..એજી તારે આંગણિયે પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો આપજે,એજી તારે કાને રે સંકટ કોઈ સંભળાવેરે..હોંકારો મીઠો આપજે..સારમાણસાઈ અદૃશ્ય હોય છે..પણ એ હંમેશાં બીજાની ‘યાદ’બનીને હૃદયમાં સંઘરાઈ જાય છે.ચીપી ચીપીને બોલવા વાળા લોકો!જાણે દુનિયા આખીનાં ડહપણનો ભાર એણે જ ઉપાડ્યો હોય!એની સાથે વાત કરો તો,એવું લાગે કે,”સાક્ષાત્ ભગવાન”! આવા લોકો વોટ્સેપ પર,એકરીતે અને મેસેન્જર ઉપર બિલ્કુલ જુદી જ રીતે વાત કરતા હોય!!આવા લોકો બહુજ સમજદાર અને ડાહ્યા લાગે કારણકે એ લોકો પાસે “ધન”નામની દુન્યવી સંપત્તિ હોય.અત્યરની દુનિયાનું ચલણ છે! ”પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ.”. પણ પૈસો હાથનો મેલ છે! મારા વહાલા! હાથમાં આવીને ક્યારે સરકી જાશે! ખબર પણ નહિ પડે.અને મૃત્યુ ટાણે તો,ખાસ.કોઈનું સાચું દુ:ખ દૂર નથી કરતો,કે નથી બચાવવા આવતો.આ”પૈસો”.!!‘ઊંચી નીચી ફર્યા કરે, જીવનની ઘટમાળ ભરતી તેવી ઓટ છે ઓટ પછી જ જુવાળ’!એક નામ વાળા હજારો લોકો હોય છે! પણ કોનું નામ સાર્થક થાયછે? શ્રીધીરુભાઈ અંબાણીને નાનપણમાં, લોકો ”ધીરીયો” કહીને જ બોલાવતા!!
