શુ આપણે કરેલ મૂલ્યાંકન
ના માપદંડ સાચા જ છે…?
“કોઈની એકાદ નાની મોટી ઘટનાઓના આધારે,
તેનું મૂલ્યાંકન બાંધતા પહેલા……,
તારી ધારણાઓનાં માપદંડ ને ચકાસજે “અંગાર”,
હોય શકે તેમાં કોઈ પૂર્વગ્રહના ઝાળાઓ
બાજી પણ ગયા પણ હશે..!”
——–ઇસબ મલેક “અંગાર”
“આમ જ હોય”એવું આપણે નક્કી કરી લઈએ.પણ.. ઘણીવાર “એવું” નથી હોતું.કેટલીક વાર
વ્યક્તિના મનમાં અવ્યક્ત ‘ભય’છૂપાઈને બેઠેલો હોય,જેના કારણે,વાતની રજુઆત કરવાની હિંમત પણ નથી થતી.એ બિલકુલ ના હિમ્મત થઈ જાય.
છે સ્તબ્ધ સાંજ,તું બારી સમીપ ઊભો છે,સજળ છે આંખને આમ હસવાનો ડોળ ન કર,
રહેશે એજ વજન,એ જ વલણ,એ જ ચમક,મનુષ્યને તું ત્રાજવામાં,તોળ તોળ ન કર, -રમેશ પારેખ
કેવું ને? કારણ વગર,કોઈ માટે,કોઈ પણ નકારાત્મક\હકારાત્મક કલ્પના,આપણે બાંધી લઈએ છીએ!લોકો પોતાની મનોવૃત્તિને ઈર્ષ્યાના રૂપમાં પણ ઉપયોગ કરે છે,ત્યારે એક સાહિત્યકાર મિત્રે સરસ કહ્યું છે…
લોગોકો નફરત કરને દિજીએ,ઉનકો આદત પડી હૈ !
સુબહ નાસ્તેમે ઉન્હે જરૂર દિજીએ.!દુપહરકે ભોજનમે ભરપેટ દિજીએ..!!
ડિનરમે કમી નહીં રહની ચાહિયે.!સુબહ હોતે હી શૌચાલય ઉનકે લિયેખોલ દિજીએ !!
-ઉમ્મિદ ઇખરવી(કે.કે. રોહિત)
વ્યવહારમાં,વાતચીતમાં પણ ગમે તેટલા નિર્મળ, હો.પણ સામે એક એક શબ્દ,એક એક વ્યવહાર ખૂબજ ગણતરીપૂર્વક, ભારેસાવચેતીપૂર્વક,વાપરનારા લોકો જોયા છે??
કોઇને’ સારા’ લાગશો, કોઈને’ ખરાબ ‘ લાગશો, પણ ચિંતા ના કરશો…જેવા જેના વિચારો હોય છે,તેવા જ તેના’ મૂલ્યાંકન’ હોય છે.
જોયું..”મેં નોતું કીધું”..”ઈ તો એમ જ હોય”!અમુક સંબંધોમાં પહેલેથી જ જાણે નક્કી જ હોય કે અહીં તો ‘પ્રેમ’જ હોય,અહીં’વફાદારી’ જ હોય,અહીં તો ‘ફના’ જ થવાનું હોય!અમુક સંબંધમાં ગમે તેટલા છીછરાપણું હોય!પણ.ભગવાન તુલ્ય જ ગણવાના!.સાસુ\વહુ,ભાઈ-બહેન,નણંદ\ભોજાઈ,જે સંબંધ જુઓ તેમાં એક“માનસિકતા”દૃઢ થયેલી હોય છે,ક્યારેક નજરે જોયેલું સાચું નથી હોતું!કાને સાંભળેલું સાચું નથી હોતું.અને સામી વ્યક્તિની જરૂરિયાત,તથા ભાવના પણ મહત્વનો ભાગ ભજવે છે.
એક રાત્રે,એક વ્યક્તિએ કોઈ દુકાનમાંથી પાંઉ ચોરવાની કોશીશ કરી.અને એ બિચારો પકડાઈ ગયો!લોકોએ એને ઢોરમાર માર્યો,જેલમા નંખાવ્યો!જેલરે પૂછતા,ચોરે જવાબ આપ્યો:”આજે કામનહોતાં પૈસા નહોતા અને ઘરમાં ખાવાનું નહોતું,ઘરમાં બૈરી-છોકરાં ભૂખ્યાં હતાં,તો તકનો લાભ લઈ,મેં ચોરી કરી”.જેલરે-ચોરને છોડી દીધો ઉપરાંત એને ઘરમાંચાર દિવસ ચાલે એટલું ખાવાનું પણ અપાવ્યું!
લો…. બોલો, “મૂલ્યાંકનનામોલ” કેવી રીતે કરવા?