“સમય વર્ત્યે સાવધાન!”

           મુક્તિદા કુમાર ઓઝા

“સમયની આગળ નહિ,

સમયની પાછળ જરા પણ નહીં,

સમયની સાથેજ ચાલ….,

બહુ ચાલાક છે આ સમય “અંગાર”….,

પછી કહેતો નહિ કે સમય રમત રમી ગયો..!”

——-ઇસબ મલેક “અંગાર”

go with flow!!! સમયની કિંમત કરતાં આવડવું જોઈએ.સમય આંખના પલકારામાં પસાર થઈ જાય છે.સમયને આનંદ ઉત્સાહથી જેવો છે તેવી રીતનો જ સ્વીકારી સુધારવા કોશીશ કરીએ.

                                                 સમય!આ ક્ષણ,આ ઘડીથી,આગળ/પાછળ કાંઇ નથી.“સમય” પૂછાતો પણ નથી,કે આગળ વધું? એ તો સતત ચાલ્યા જ રાખે છે.ઘડીયાળના કાંટાચોવીસ કલાક”ટક-ટક-ટક-ટક” કરતા ચાલતા જ રહે છે.એ ‘કાંટા’અટકી જાશે,અથવા ધીમા પડી જાશે,તો? તો આપણે કહેશું,’આ ઘડીયાળ બગડી ગઈ છે’.ફેંકીદો. .

                                                બીજું નામ ઉત્ક્રાંતિ.સમય હંમેશાં પરિવર્તનશીલ છે!.સવાર-સાંજ,દિવસ-રાત,રુતુઓ સતત બદલાયા જ કરે છે. એક નાનકડું,રીખતું બાળક..પંદર વર્ષમાં,’મરદ્-મૂછાળો’ બની જાય! અને મા-બાપ રાહ જોતાં હોય, અમારો દિકરો તો,પાંચ-આંકડાનો પગારદાર બને!અને મનમાંથી એ જ દિકરો બોલતો  હોય..”હે ભગવાન!આ નોકરી/ચાકરીની જફા! આ દોડાદોડી,માંથી ક્યારે છૂટીશ? આ કરતાં તો બાળપણ સારું હતું!એ..જે કરવું હોય,તે કરો-મજ્જા કરો.મસ્તી કરો.આ તો,બધી વાતોમાં બંધન “તું મોટો છે.આ‘મોટાઈ’ ‘નાનાઈ’ સમય સાથે, ક્યાં ખોવાઇ જાય ખબર નથી પડતી.

                                              સમય દગાખોર છે.જિંદગીમાં,એક સરખો સમય કોઈનો જ જાતો નથી.હવે પછીની ઘડીએ શું થાશે? તે કહેવાની કે નક્કી કરવાની,કોઈની તાકાત નથી.”!”સમય એવો ગતિમાન છે કે તમે,’ગાફેલ’રહ્યા તો ક્યાં ‘ફંગોળાઈ’જાવ! તે ખબર પણ ના પડે!

                                               મેં,એવી જુવાન સ્ત્રીઓ જોઈ છે. જે પરણે પછી બિલ્કુલ,પતિને આધીન હોય!અચાનક કાળનોક્રમ બદલાય! આ નિખાલસ સ્ત્રી ઉપર,બાળક\ઘર બધાની જ જવાબદારી  આવી પડે! ત્યારે એ સ્ત્રી જો સાવ આધીન થવાના બદલે,થોડી સમજદાર બનીને”દુનિયા ક્યાં જાય છે” તે સમજવા કોશીશ કરી હોત,તો કેટલું સારું થાત?! કોરોના કાળમાં ખરેખર,એવા કિસ્સાબહુજ બન્યા છે!  ત્યારે જે સમય આપણી સામે આવ્યો છે.તેને હિમ્મતથી સ્વીકારીએ, આ જિંદગી રૂપી નદીમાં ઉબડ-ખાબડ ધરતી ઉપરથી વહેતાં,સમયના ઘા/પછડાટને ઘર્ષણને સહન કરતાં,પોતાની જિંદગીને સુંદર ઘાટ આપીએ.

“સ..મ..ય” કેટલો સરળ  શબ્દ? ન કાનો,ન માત્રા. પણ જુઓ તો ખરા! એની પણ ગજબ બલિહારી છે..એ તો એની મનમાની જ કરે! દિવસ તો દિવસ અને રાત તો રાત.આજે મુકેશભાઈ આખા દેશને “ખરીદી” શકે, એટલી તાકાત એમનામાં છે પણ”શરીરની તાકાત” ખરીદી શકે તે દિવસ સાચા.!! મુંબઈના ખ્યાતનામ ડોક્ટર ! હાર્ટએટેક થી જ ગુજરી ગયા!એ પોતે જ કેટલાં બધા હાર્ટનાં ઓપરેશન કરી લોકોને જિવત્દાન આપતા હતા!

                                              પરિસ્થિતિને સ્વીકારવા,સામનો કરવા,તૈયાર રહીએ. વિજ્ઞાનનો જમાનો છે!દરરોજ એક વિષય ઉપર નવી શોધ થતી રહે છે. તેથી આપણે જે જાણીએ છીએ. તેમાં  અટકેલા  ન રહેતાં,વિષય-વસ્તુ  માટે  માહિતગાર રહીએ.કોમ્પ્યુટર-મોબાઇલ આજે ખરીદ્યો કાલે જૂનો થઈ જાયછે નવીનવી ટેક્નોલોજી  પેદા થતી જાય છે. આને  કારણે  સાહિત્યકાર ને પણ નવા વિષય મળી  રહે છે. આજે, રસોડામાં  પણ નવાનવા ગેજેટ,નવીનવી વાનગીઓ, એના સાત્વિકફાયદા સાથે આવતી જ રહે છે.

વિજ્ઞાનની શોધના કરણે”સમય”એટલો “પરિવર્તનશીલ” થઈ રહ્યો છે!જીવનમાં ઉતાર અને ચઢાવનો સમય જ આપણાને એક ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જાય છે…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: