“નદીના એક કિનારાએ
સામેના કિનારાને કહ્યું…
આમને આમ ક્યાં
સુધી સામસામે રહીશું…
ચાલને એક થઈ જઈએ,
બીજા કિનારાએ
જવાબ આપ્યો…., શુ આપણે પણ સાવ
માણસ જેવા થઈ જશું..?
આપણી જવાબદારી નું શુ..?
આપણે એક થશુ તો
આ વહેણ નું શુ..?
આપણા વિશ્વાસે તો
આ માછલીઓ રમે છે…
તેની રમતનું શુ…?
આપણે એકબીજાની સામે, એકબીજાની નજરમાં રહીએ તે અહોભાગ્ય..લેખીએ..!”
—— (ઇસબ મલેક “અંગાર”)
આજથી પચાસ વર્ષ પહેલાંની,હિન્દી ફિલ્મો-ગૂગલ સર્ચ કરીને જોશું,તો ખ્યાલ આવશે!કોઈ જાતની સુવિધા નહોતી,વોઈસ મોડ્યુલેશન નહોતાં, છત્તાં,ત્યારની ભાવવાહિતા,પ્રવાહિતા આજે પણ આપણા મનને અસર કરી જાય છે! કારણકે એ જમાનાનો કલાકાર અભિનય કરતો,ત્યારે એવું વિચારતો કે, સમાજને સારું આપવું એ એની “જવાબદારી”છે..અત્યારે
આપણી ડિક્ષનરીમાંથી,આપણા જીવનમાંથી,મૃત:પ્રાય થતા શબ્દોમાંનો એક શબ્દ જો હોય તો તે છે ”જવાબદારી”. ‘ફરજ,જવાબદારી અને ધર્મ’ એકબીજાના સગા ભાઈઓ છે..પણ આજે લોકોને, બસ પોતાની સ્વાર્થ જ દેખાય છે.
બેઆંખ,આપણી નઝરે તો બેઉ આંખ,જુદી જુદી જ છે!પણ કોઈ દિવસ એક આંખ બંધ કરીને ખાલી એક આંખથી,જોવા કોશીશ કરજો,જે બેઉ આંખે દેખાય,તે ખાલી એકલી આંખથી એવું ચોક્ખું નથી દેખાતું! સ્ટીરીઓસ્કોપિક વિઝન!અહીંબેઉ વસ્તુને એક સ્વરૂપે જુઓ.દૂર,ક્ષિતિજ ઉપર,ધરતી અને આકાશ,એક થતું દેખાય છે!
બે પગ,આગળ-પાછળ,તાલબદ્ધ ચાલતા હોય એને ખબર હોયછે કે પરિસ્થિતિ બદલાતી જ રહેવાની છે..છત્તાં,તમારું સંતુલન બે પગના કારણે જ છે.
ક્ષિતિજ ઊપર, ધરતી- આકાશ,એક થવાની ભાવના!એટલે?સાઈકલના બે પૈડાં,સાથેને સાથે દોડ્યા જ કરશે.પતિ-પત્ની! સંસારચક્રના પાયા.પણ પેલો સ્વાર્થ નામનો વિલન અહીં પણ રમત રમી જતો હોય છે!
એક વાર એક ભાઈને ત્યાં મહેમાન આવ્યા,પણ એમને પેલા મહેમાનનો આદર-સત્કાર નહોતો કરવો! એટલે પત્ની ‘બિમાર છું’ કહીને ઢોલીએ સૂતી,અને ભાઈ,ઓફીસનું બહુ કામ છે,કહીને ગાયબ!..જેવા મહેમાન ગયાકે તરત, પતિપત્નીએ ભાણું પીરસ્યું! અને આનંદથી ખાતાંખાતાં એકમેકને વાત કરવા લાગ્યાં..”હું કેવો હૂતો મેડીએ જઈને સૂતો”,હું એવી ઢોલીએ સૂતી,મારા જેવી બીજી નોતી”!
બહાના કાઢી જવાબદારીથી દૂર ભાગવું,એતો હવે રોજની વાત છે,ઘરનાં બાળકોને સાચવવા માટે લોકો બોલે ભાઈ!’ભેંસના શિંગડાં,ભેંસને ભારી’!!
કુદરતની નજીક જેટલી વસ્તુઓ,પૃથ્વી,પાણી,પર્વતો,હવા,વાદળાં,આકાશ,દરિયો,નદી,,ચંદ્ર,તારા વનસ્પતિ સૂરજ દરેક આપણને ફ્રી મળે છે! પણ જ્યાં જવાબદારી છે,ફરજ છે ત્યાં અચૂક “સ્વાર્થ”નામનો વિલન આવી જ જાય છે. અને જવાબદારીનો છેદ ઉડી જાય છે.
મુક્તિદા કુમાર ઓઝા