“એવું પણ બને કે,
ફૂલોમાં ઉદાસી નીકળે,
ને પથ્થરો પણ ગીત
ગાઈ ઉઠે…,
“અંગાર,” જેવા જ્યારે
મનના ભાવ નીકળે,
જગતના રંગ એવા જ
લાગી ઉઠે…!”
———-(ઇસબ મલેક “અંગાર”)
મન હોય તો ‘માળવે’ જવાય! મન રૂપી તળાવમા જેટલા પત્થરા ફેંકો એટલાં વમળ ઊઠે!પણ...ये तो अंदरकी बात है !!!
આપણે જ વિચાર રૂપી વમળો પેદા કરીએ છીએ,એટલે એના પ્રતિબિંબ પણ આપણા જેવા વિચાર એવાં જ ફેલાય છે!
કેટલીક વાર કેટલાક લોકોની હાજરી જ આપણને ખૂંચતી હોય, એ વ્યક્તિ જરા પણ ખરાબ ન હોય..છત્તાં!! મન તો મરકટ છે,અભિમન્યુના સાત કોઠાની જેમ જ,તે અહીંથી તહીં ભટક્યા જ કરે છે! એને ખબર જ નથી કે ક્યાં સ્થિર થાવું?!
मन चंगातो कथरोटमें गंगा! પણ એ ગંગાને મેલી કરવી કે શુદ્ધ રાખવી? તે આપણા પોતાના જ હાથમાં છે.આપણી ભાવનાઓ જ આપણું વ્યક્તિત્વ ઘડે છે. નફરત, જુનૂન અને જંગ ઇન્સાન ને હેવાન બનાવી નાખે છે!
જ્યારે પ્રેમ,નમ્રતા, માર્દવ પશુને પણ પોતીકું બનાવી દે છે.. પોતાની જાત ને કોઈ પણ સંજોગોમાં, ખુશ રાખવી એ પણ એક પુણ્ય છે.(આવું ‘કર્મ’નો સિદ્ધાંત બોલે છે.)
પોતાનાં દુઃખના દેખાડા કરી,બીજાને,’માનસિક’દુઃખી કરવા એ મોટામાં મોટું પાપ છે.
“तुम ईतना जो मुस्कुरा रहे हो? क्या गम है , जिसको छूपा रहे हो?છૂપાવવાની પણ શું જરૂર?!જતું કરવું?
જેવું જોઈએ,એવું જ દેખાય!”જગતના કાચના,યંત્રે ખરી વસ્તુ નહિ ભાસે! ”જ્યા ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ”! કવિ હૃદયની કલ્પનાઓ તો “જીવંતને મૃત અને મૃતને જીવંત કહી શકે!! “ फूल तुम्हें भेजा है ख़तमे,फूल नहि मेरा दिल है ”!!(લો બોલો!!) “पत्थरके सनम!तुजे हमने मुहोब्बतका खुदा जाना ,बड़ीभूल हूई,अरे! हमने ये क्या समजा,ये क्या जाना?” (જોયુ?પ્રેમીને પત્થરનો બનાવી દીધો?)આવું છે!
અરે કવિ તો સમજ્યા! પ્રેમીપંખીડાં!પણ પોતાની કલ્પનાઓમાં રાચતાં હોય છે!”पहेले प्यार की पहेली चिट्ठी”!ક્યારેક કબૂતર,ક્યારેક વિમાન ક્યારેક વાદળાં,અરે કાગળીયાથી બનાવેલા પતંગને પણ પોતાની ભાવનાના સંદેશાવાહક બનાવવાનું ના છોડે! આ બધા જ “ભાવ” રે!
“માનસિકતા”એવી વસ્તુ છે જે પોતે જ પેદા કરીએ છીએ.”હું બિમાર છું,”મને ફલાણો રોગ છે,મારા જેવો બીજો કોઈ ‘રોગીષ્ટ’ આ દુનિયામાં છે જ નહિ!”આ બહાને લોકોના આકર્ષણનું કેન્દ્ર બને.
અમારેતો….(દીકરી ગમે તેટલી સુખી હોયતો પણ) કેટલાક “દુ:ખડાં દેવ” દુખડાં જ ગાયા કરતા હોય!!
પથ્થર!કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર હોય છે.
ફૂલ એવું કોમળ છે,કે તેની તાકાત નથી કે એ વા,વરસાદકે તડકા સામે ઊભું રહે!
“खुश नसीब हैं हम जिनको यहाँ ! सदा बहार मिली “!!!
આનંદમાં રહીએ,તો આનંદના જ વિચાર આવે.
આપણને શું જોઈએ છે?કેવું જોઈએ છે?તે પહેલાં\હંમેશાં નક્કી કરવું જોઈએ,તો જ આપણે આપણા ભાવતાં,સ્વાદ પ્રમાણેનાં ભોજનતૈયાર કરી માણી શકીએ!!!આપણી ભાવનાઓનું પણ એવું જ છે.. એટલે તો વડીલો હંમેશા કહે, કે “સારું વિચારો.”
અંતમાં એક પંક્તિ રમેશ પારેખની
“સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ, ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે?”-રમેશ પારેખ
—— મુક્તિદા કુમાર ઓઝા