“આતો દિલની મેમરી કાર્ડનો
ખુલ્લો બળવો જ છે “અંગાર”,
કોઈ યાદોને
ડીલીટ કરવાનું કહીએ….
અને ખુલ્લી ના પાડી દે…!”
(ઇસબ મલેક “અંગાર”)
પ્રોજેકટર ચોવીસે કલાક ફિલ્મ બતાવ્યા જ કરે અને એ યુગો સુધી ડીલીટ જ ન થાય!! જૂના જમાનાનાં ગીતો પણ બહુજ ગમે.
દિલ..! દિલવિલ પ્યારવાર મૈં ક્યા જાનું રે!દિલ,હૃદય,મન..આ જુદી વસ્તુ છે કે શું?તમે મુક્તિદાને ‘મુક્તિ દા’,’મુક્તિ’,’બહેન’,’દી’જે કહો તે !શુ ફરક પડશે?હકીકતમાં “મુક્તિદાના સંસ્કાર”જ એની સાચીમૂડી, સાચી ઓળખાણ છે.મગજમાં કચરો ભર્યો હશે તો,કઈક વાંધા-વચકા પેદા કરશે જ.’દિલના મેમરી કાર્ડનું પણ એવું જ છે.દિલના મેમરી કાર્ડમાં ખૂબ મેમરી સમાયેલી છે.એ મનનું મશીન તો એટલું સતર્ક છે!એક વખત મગજની ચીપ ઉપર કોઈ વાત આવી ગઈ,તો એ આ જનમ તો શું?જનમો-જનમ ભૂલવી મુશ્કેલ છે!
આ દિલની વાત કરીએને તો,મુઠ્ઠી જેવડું! પણ આખી દુનિયાને હલબલાવી દે. હૃદયના ટુકડેટુકડા થઈ જાય,આઘાત-પ્રત્યાઘાત લાગે!ઓપરેશન વખતે એ ધડકતાં હૃદયને શરીરમાંથી બહાર કાઢી જોઈ શકાય,સ્પર્શી શકાય.પણ “ધડકતાં હૃદય”ની અંદર ધરબાયેલી લાગણીઓને આપણે જોઈ શકતા નથી!પણ એ એવી યાદોનો ખજાનો છે,જે એક મુટ્ઠી જેવડાં હૃદયમાં સંગ્રહાઈ જાયછે..તેને ભૂલવા કોશીશ કરો તો પણ ભૂલાય નહિ!તે આનંદની વાત હોય કે દુ:ખની!એ
આંખ બંધ કરો ખટમધુરી યાદો નઝર સામે આવી જ જાય.આ યાદો વ્યક્તિને એવાતો ડિપ્રેશનમાં નાંખી દે કે માણસ પાગલ થઈ જાય..,
‘મનડારે મુસાફરી હલ્યો વિન હેકલો!! …..!”
બસ એ યાદો તમને ઘૂમાવ્યા જ કરે.મન મારું મધુકર બની ગુંજે! મનરે! તુ કાહે ના ધીર ધરે.દિલતો પાગલ હૈ દિલની લેવડ-દેવડ એવી છે કે લશ્કરના યુવાનો ખુલ્લા અવાજે ગાતા હોય છે.”દિલ દિયા હૈ જાં ભી દેંગે અય વતન તેરે લીયે”!
”દિલના દરિયાવના ઊંડાણ જરા જોઈ લઉં..પણ જે મનને સંભળાય એતો ખામોશી છે.પણ મનની ખામોશી વિચાર,અને ભાવઉપર એવી તો છવાઈ જાય છે કે એ વર્તન અને જીભ ઉપર દેખા દેવા માડે છે!!
મનને,મીણ જેવું રાખવું,એ પીગળે તો પણ તૂટે નહિ!કેધડાકા સાથે આસપાસનું વાતાવરણ પણ પ્રદૂષિત ના કરે.
મુક્તિદા કુમાર ઓઝા