મૃત્યુ ના એ મોઢાં માંથી, ભવાટવીના ફેરા માંથી છૂટી જવાની કોણ ના પાડે?
જીવનના એ જંગલમાં! જંગલમાં મદમસ્ત બની અટવાઈ જવાની કોણ ના પાડે
સમય સમયનું કામ કરે તો સમય આવ્યે બદલાઈ જવાની કોણના પાડે?
પિકનિકમાં જઈ ભમવા મળે,તે કોણ ના પાડે!
ભાઈ બંધની ખિંચાઈ કરવાની કોણ ના પાડે!
સમય આવ્યે બદલાઈ
જવાની કોણના પાડે?!
ખાવાનું ‘મફત’ મળે તો કોણ ના પાડે?
મામાને ઘેર જમવાની,તે કોણ ના પાડે ?
મનગમતી મિઠાઈ મળે તો કોણ ના પાડે?
સમય આવ્યે બદલાઈ જવાની કોણના પાડે?!
માના ખોળે લાડ લેવાની કોણના પાડે?!
આનંદમાં હરખાઈ જવાની કોણ ના પાડે?
મોજીલા મનમસ્ત બનવાની, કોણના પાડે?
મસ્ત બની મલકાઈ જવાની કોણ ના પાડે?!
મધમીઠું મલ્કાઈ જવાની કોણના પાડે?!
જો પ્રેમ આપે એવો, કોઈ તો રંગાઈ જવાની કોણ ના પાડે?!
સમય આવ્યે બદલાઈ જવાની કોણના પાડે?!
ખાવાનું મફત મળે તો ખાવાની પણ કોણના પાડે ?!
જંગલમાં મદમસ્ત બની અટવાઈ જવાની કોણ ના પાડે?!
મૃત્યુ ના એ મોઢાં માંથી, ભવાટવીના ફેરા માંથી, છૂટી જવાની કોણ ના પાડે?
હિમ્મત રાખી,હામ ભરવાની કોણ ના પાડે?!આનંદમાં,હરખાઈ જવાની કોણ ના પાડે?!
જો પ્રેમ આપે કોઈ એવો તો પામવાની કોણ ના પાડે?!
માના ખોળે લાડ લેવાની કોણના પાડે
દર્દીલાં એ દર્દો ભૂલી મસ્ત રહેવાની કોણના પાડે?
સમય સમયનું કામ કરે તો,
સમય આવ્યે બદલાઈ જવાની કોણના પાડે ???!