“અજીબ સામ્યતા આ લાકડી અને લાગણીમાં,
લાકડી શરીરને ટેકો આપે…,
લાગણી જીવનને ટેકો આપે…,
લાકડીના ઘાવ શરીરને ચોટ પહોંચાડે…,
લાગણીના ઘાવ દિલને દઝાડે…….!”
———- ઇસબ મલેક “અંગાર”
‘લાગણી’એટલે શું? સમય આવ્યે જાન પાથરી દે તે પ્રેમ.
લાકડી અને લાગણી બહુજ ભયાનક વસ્તુઓ છે.સમય આવ્યે લાકડી શરીરનો આધાર બની શકે,પણ એ બહુ જ સીમિત,એ લાકડીના વાગવાના સોળતો એવા ઊઠે કે!”લાકડીના ગાવ ખાધા હોય તે જાણે! કૂતરું ખાલી લાકડી જોશેને,તો પણ દૂરથી જ દૂર ભાગશે!
લાકડી અને લાગણીની સરખામણી કરીએને,તો ‘લાગણી તો શોધવા જાવી પડે!”કાંકરીના માર્યાં કદી ન મરીએ,મેણાના માર્યા મરીએ વાલીડા,નેડો લગાડ્યો તમ સાથે રે”,આપણને કાંઈક વાગે ને દર્દ થાય તે”વેદના,”બીજાને વાગે ને દર્દ આપણને થાય,એ”સંવેદના” લાગણી એટલે શું? સમજો તો ભાવના,પ્રેમ,જવાબદારી,જરૂરિયાત અને એ જ સંવેદના છે.!
કરો તો મશ્કરી છે, રમો તો ખેલ છે,રાખો તો વિશ્વાસ છે, લો તો શ્વાસ છે, રચો તો સંસાર છે, નિભાવો તો જીવન છે..!!! આવી ભાવનાનું બીજું નામ એટલે ‘લાગણી’.!
આ‘લાગણી દિલમાં રહે છે!!દિલની વાત કરીએ ને,તો મુઠ્ઠી જેવડું,પણ આખી દુનિયાને હલબલાવી દે.એવું શરીરનું અંગ.
લાગણીઓનું તો છે,ઘાસ જેવું, ઊગી આવે મળે જ્યાં,ભીનાશ જેવું.પ્રેમ મનની ભાવના છે..તે બોલીને બતાવીને નહિ, પણ‘ભાવ’થી જ આત્મા સુઘી પહોંચી જાય છે.પહેલું ધાવણ પીવરાવતી માના મનમાંથી,જે વહેતો હૉય તે પ્રેમ,તે જ લાગણી છે! ’લાગણી’ને વ્યાખ્યામાં ન બંધાય!
કોઈને પણ મદદ કરવા,આંખ વીંચી ઝંપલાવે,તે જ લાગણી.
અમૃતા પ્રીતમ! જેવા તો ઘણા છે..એને મિત્રતા કહી શકીએ લાગણી તો નહિ જ. “હું મારી કલાને પ્રેમ કરું છું”અહીં લાગણી ખોવાઈ જાય છે.
હા “love is blind” ટપાલી પત્ર લાવે તો,તેને,પ્રેમથી વાંચતા.પણ આજે કોઈ પાંચ રીંગમાં ફોન રિસીવ ન કરે તો,ક્રોધિત થઈ
જઈએ છીએ.
આ જૉક વૉટ્સપમાં ફરે છે..”પ્રેમમાં તો હમણાં પડી જાવ,પછી વાગી જાય તો મમ્મી ખિજાય”.“કરી દો જિંદગી કુરબાન તેના પર,જે દુ:ખમાં પણ તમારો સાથ નિભાવી જાય!”..આખી જિંદગી લાગણીના ટેકે નીકળતી રહે છે,પણ જેમ બુઢાપો આવતો જાય છે,તેમ લોકોની તમારા પ્રત્યેની “લાગણી”ઘટતી જાય છે,અને”લાકડી”નો સહારો વધતો જાય છે.
પ્રેમ ક્યાં ગયો? જીવનને પ્રેમ કરો છો? કે મૃત્યુથી ડરો છો.આ પળને આનંદથી માણીએ,એજ જિંદગી જીવવા માટેનો સાચો પ્રેમ,સાચી લાગણી.
પોતાની જાતને પ્રેમ.એટલે હંમેશાં એવા આનંદની અનુભૂતિ કરવી,કે આનંદ સ્વરૂપ જ દેખાવ..”આનંદોહમ્-આનંદોહમ્”
લાગણી એટલે આઝાદી.અમે તમારાં વડીલ છીએ!અમે તમારું ધ્યાન રાખીએ છીએ!એટલે અમારી “હાજરી”માઅમે કહીએ એમજ,એવીજ રીતે જ થવું જોઈએ..તો એ ‘લાગણી’ નથી પણ ‘black-mailing છે.!!
કેટલાક લોકોને વધારે પડતો’પ્રેમ’ છલકાઈ જતો હોય! તો આવા લાગણીશીલ’ભાઈઓ-બહેનો”પણ ‘લાગણીનો અતિરેક કરતાં હોય ત્યારે દયા આવે! કૂતરો-માલિક,બિલાડી-માલિક….વગેરે અનેક પ્રાણીઓમાં લાગણીના દર્શન થતાં હોય છે. લાકડી\લાગણી પ્રાણીને આધાર રૂપ તો છે જ.પણ સીધા રસ્તે પણ લાવી દે છે.
“નેડો”
