ચલતીકા નામ ગાડી?
નહિ,નહિ,સમય કરે, સમયનું કામ.
કરીએ કામ,તો મેળવીએ
દામ! સમય વર્તે સાવધાન.
ઓહ રે! વસ્તુ આવે જ નહિ,
ગઈ તે ગઈ!
હાથમાં? આવે જ નહિ.
લીધું લાકડું,કીધું મેરાઈયું!
ગમતાનો ગુલાલ કરીએ?
ગમાણમાંથી ગોતવા જઈએ?
ભૂલભૂલમાં જાતું ભૂલાઈ,
કપરા કાળમાં જાતું કટાઈ!
બહુ રાખોતો જાતું,હવાઈ!
ભણતર એવું ભાથું ભરતું??
અનુભવના અંકોથી રમતું.
ચલતીકા નામ ગાડી!!! આવે ત્યારે દે ધનાધન.
ઓહ,રે!વસ્તુ આવે જ નહિ.
ગઈ તે ગઈ?
સમય કરે સમયનું કામ?
મુક્તિદા કુમાર ઓઝા