“ગૂગલની ઓનલાઇન
શોપિંગ એપ માં લખ્યું હતું…,
“બધું મળશે અહીં.”.
મેં દોસ્ત સર્ચ કર્યા…,
તો ના થયા..,
બધું મળે એમ લખ્યું હતું..
તો આ કેમ…થયું?
ત્યારે ભીતર થી એક અવાજ
આવ્યો…….,
અહીં તો વેપાર થાય છે….
દોસ્તી માં વેપાર ના હોય…!”
-(ઇસબ મલેક “અંગાર”)
મારા વ્હાલા ફેસબુક મિત્રો,તમારા અને મારા વચ્ચે નિર્દોષ મિત્રતા છે!
તમારી જ્યારે ‘લાઈક’આવે,’કોમેન્ટ’આવે ત્યારે ‘સાચા મિત્ર’ આ ધરતી ઉપર છે જ..એવો માનસિક અનુભવ હું કરું છું.આજ થી દોઢ વર્ષ પહેલાં, મને ફેસબુક જોવાની પણ બીક લાગતી હતી!મને મારાગુરુ(ફેસબુક થકી જ મળ્યાં છીએ!) શ્રી ઈસબસરે કહ્યું ”આપ સારા તો જગ સારા”
“મૈયા મોરી મૈ નહિ માખન ખાયો”.આંખે પાણી ભરી,ટીશીયાં ખેંચતો.બધા ભાઈબંધોને ખુશ કરવા ‘ભોળી ભરવાડણના ઘરમાં ઘૂસીજાય, મટકી ફોડે,માખણ ચોરે માખણની જ્યાફત ઉડાવે!!મા જસોદાના હાથની માર ખાય!ગોપીઓની ગાળો ખાય!એવો કાનુડો યાદ છે. મને યાદછે નાનપણમાં,એક બાલસખો મારા દિકરાનું ટીફીન ઝાપટી જાતો! પણ મારો દીકરો મને હંમેશાં ખોટું બોલતો”હા મમ્મી મેં આજે ખાધું!”જોકે આ મિત્ર આજે પણ એ સમયને યાદ કરે છે. દોસ્ત માટે,ખોટું બોલે ચોરી કરે એનું નામ દોસ્ત. બહુ હોશિયાર માણસને દોસ્ત ન હોય, કારણ.જીવનમાં દોસ્ત મેળવવા માટે મુરખ..બેવકૂફ..નિર્દોષ..લાપરવા..બેહિસાબી થવું પડે છે. દાવપેચ વિનાનું ખડખડાટ હસવુ પડે છે, ખિસ્સામાંથી બંધ મુઠ્ઠીઓ બહાર કાઢીને હથેળીઓ ખોલવી પડે છે! કારણ દોસ્તી ખુલ્લી હથેળીઓની રમત છે! અને હથેળીઓ સંતાડીને રમનારને ક્યારેય સાચા દોસ્ત હોતા નથી.
સાંજના સમયે (સવારના નોકરીના ઈન્ટર્વ્યુમાં રિજેક્ટ થયા હોઈએ).મિત્ર સાથે કટકી-ચા પીતાંપીતાં(આ કટકી ચાના પૈસા પણ મિત્રએ જ ચૂકવ્યા હોય!),ગામ-ગપાટા મારી ગાળો બોલતા,તે સોનેરી સમય કેમ ભૂલાય? ભલેને ખિસ્સા ખાલીખમ્મ હતા. આપણને વાગે ને દર્દ થાય તે “”વેદના”” મિત્રને વાગેને દર્દ આપણને થાય એ”સંવેદના”.દોસ્ત એવો હોય,જે તમારી પ્રતિભાને બદલી દે, દોસ્તી થકી પ્રતિભા નિખરે.. નિવેદિતા થકી શ્રી વિવેકાનંદને પરદેશનો “ગ્રીનકાર્ડ”મળી શક્યો હોત!પણએપરદેશી યુવતી એમની શિષ્યા બની,અને સમાજ સેવામા જુટી ગઈ!!..
સંબંધોનું ઈન્વેસ્ટમેન્ટ એટલે દોસ્તી.માણસનુંમન કેવું ચાલે છે.મનમાં શું ચાલે છે.એનાં માટેતો,સાચાં દોસ્તો જ જોઈએ.“સાલે!દોસ્ત કમીને હોતે હૈં.”
“હજી થોડાક એવા મિત્ર છે”- અનિલ ચાવડાની લખેલી રચના ….
“ગમે ત્યાં ને ગમે ત્યારે ફસાવી દે, હજી થોડાક એવા મિત્ર છે,
ઉદાસી ફૂંક મારીને ઉડાવી દે, હજી થોડાક એવા મિત્ર છે.
મને પૂછ્યા વગર લઈ જાય Bike મારી! ને આખો દિવસ એ ફેરવે,
ખૂટે પેટ્રોલ ત્યારે માંડ ચાવી દે, હજી થોડાક એવા મિત્ર છે.
કરે હેરાન હરપલ એટલું કે આંખમાં આંસુ જ આવી જાય, પણ;
રડું તો આંસુને ઝાકળ બનાવી દે, હજી થોડાક એવા મિત્ર છે…….!”
ચાલો ..આ દોસ્તીની મશાલ ને પ્રજલિત કરીએ….
મુક્તિદા કુમાર ઓઝા