તળાવની પાળે, હસતી-રમતી હરણી જોતી,
ખળખળ વહેતાં ઝરણાંમાં સિંહણ એનું મોઢું ધોતી?
પૂનમની એ ચટક ચાદર,
વારિ ઉપર જે વહેતો વાયુ,ચાંદનીના ચમકારે
વારિ ઉપર લહેરાતોવાયુ,!
પરોઢની એ માદક ઝાકળ,
ફૂલઉપર,જઈ ઝાકળઝમતી,
મસ્ત મધુરી મીઠીમીઠી મળસ્કે મન મોતી બનતી
ગાતી રહેતી ગીત અનેરું,
ફૂલ ઉપર ભમરાઓ ગુંજે,
પત્તે પત્તે પવન પટકે
ડાળી ડાળી પંખી બોલે
સૂરજના કિરણો સોનેરી,
સવારની એ વાતઅનેરી ,
આગળ વધતી,મનમાતી હું ગીત અનેરું ગાતી,
ધોમ ધખ્યા તડકામાં ,
ડામરના ચટકાથી,
ચટકે ચટકે ચીમળાતી પણ ગીત મધુરું ગાતી,
શમી સાંજના ટાણે,
સૂરજ ઢળવાના વહાણે ,
લાલઘૂમ ઓછાયા જોતી ,
ઉદધિના ઓવારે ગીત મારે ગાવુંએવું..
તળાવની પાળે, હસતી-રમતી હરણી જોતી,
ખળખળ વહેતાં ઝરણાંમાં સિંહણ એનું મોઢું ધોતી?ગીત મારે ગાવુંએવું..
—— મુક્તિદા કુમાર ઓઝા