યાદ કરે છે..!
સુદૃઢ ઈચ્છાશક્તિનું મૂર્ત સ્વરૂપ એટલેઅમુક ગણ્યા-ગાંઠ્યા જ નામ નહિ , પણ ઘણા બધા લોકો પોતાની ઇચ્છાશક્તિથી આગળ વધ્યા છે..પોતાના ધ્યેયને હાંસિલ કર્યાં છે.
અહીં તો અ-ગણિત લોકોની વાત કરી શકાય.
આપણા શાસ્ત્રોથી માંડીને ઈતિહાસ, કથા,વાર્તા દરેક જગ્યાએ એવાં નામ મળશે.જેણે કાળીમજૂરી કરી અને પોતાના કામમાં સફળતા મેળવી છે.
નાના ઘરના જ ઉદાહરણ આપું,તો રીતસર ખાવા-પીવાના વાંધા!એક સાંધો ત્યાં તેર તૂટે,એવી હાલતમાંથી બહાર નીકળીને ભાઈઓએ પોતાના ઘર-ધંધા બનાવી લીધા હોય..ધીરુભાઈ અંબાણી, કચ્છમાં તો કેટલાય ‘દાનવીર’ થઈ ગયા છે,જેમની ભાભીએ જમતા વખતે મેણું માર્યું હોય અને ઘર છોડી ચાલ્યા ગયા હોય! અને કાળીમજૂરી કરી અત્યારે “દાનવીર”માં ગણતરી થાય છે..
એકલવ્ય- વિદ્યામાં માહિર થવા માટે, ગુરૂનું માટીનું પૂતળું બનાવી,એના સામે શીખીને ધનુર્વિદ્યામાં પારંગત બન્યો..!
હેલન કેલર-પ્રમુખ કેનેડી તેણીને “સિંબોલઓફ કરેજ કહેતા..(હિંમત અને બહાદુરીનું પ્રતીક)!હેલનકેલરનું કહેવું છે કે, માણસનું ચરિત્ર-અનુભવ,કસોટી,અને પીડાથી ઘડાય છે! અંધાપાને”મર્યાદા”ગણવાના બદલેએ સતત બીજાને મદદ કરતી,અને પ્રેરણા આપતી.
તન અપંગ, મન અડીખમ.
અરુણીમા સિંહા’ એક સમયે રાષ્ટ્રીય સ્તરની વોલીબોલ ખેલાડી હતી પણ એક ગોઝારી ઘટનાએ તેનો એક પગ છીનવી લીધો!તેનાં સ્વપ્ન છિન્નભિન્ન થઈ ગયાં! પણ તૂટી ગયેલી હિંમત અને ખોવાયેલા આત્મવિશ્વાસને ફરી એકઠાં કરી,તેણી ઊભી થઈ,માત્ર ઊભી જ ના થઈ પણ એવરેસ્ટ સર કરી આવી.
અરૂણીમા,દુનિયાના સાતે ખંડોના હાઈએસ્ટ શિખર સર કરવા માંગે છે જેમાંના ત્રણ – એવરેસ્ટ, કિલિમાંજારો અને એલબ્રેસ્ટ તે સર કરી ચૂકીછે. તે કહે છે, “આ દેશમાં મારા જેવી ઘણી અરુણીમાઓ છે, ખૂબ આગળ વધી શકે તેમ છે,પણ તેમની પાસે પૈસા નથી, રિસોર્સીઝ નથી.
અરુણીમા આજે ‘મોટિવેશનલ સ્પીકર’ બની છે. અને દેશભરની મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ, આઈઆઈએમ, આઈઆઈટી-બધા,તેને વક્તવ્ય આપવા આમંત્રે છે.
રાખમાંથી પણ જીવન પેદાકરી શકાય તેનું જ્વલંત ઉદાહરણ છે! ફિનિક્ષ પક્ષી!
દુબઈ-એક જમાનામાં રણપ્રદેશ! અત્યારે જોઈ આવો દુબઈની જાહોજલાલી! અહીં મહેનતુ લોકએ જ શૂન્યમાંથી સર્જન કર્યું છે!!
એક વસ્તુ, જુદાજુદા લોકો,જુદીજુદી રીતે કરે,જુએ અને વિચારે!
અમિતાભ બચ્ચનની જિંદગી,શૂન્યમાંથી સૃષ્ટિ પેદા કરવાનું જબરું ઉદાહરણ છે!આપણે એ વિશે સઘળું જાણીએ છીએ.
અરે!આપણો જન્મ,આપણું જીવન જ શૂન્ય માંથી સૃષ્ટિનું ઉદાહરણ છે.સાચી વાત છે!પાંચ તત્વોના બનેલા આપણે,પંચતત્વમાં લુપ્ત થઈ જાશું,એટલે જ સ્વીકારવું રહ્યું કે,
પરમાત્માનું ક્રીએશન,”બ્રહ્માંડ” પણ શૂન્યમાંથી સૃષ્ટિનું, સર્જન જ છેને છે.!
મુક્તિદા કુમાર ઓઝા