“ખેતર માપજે….,
ખોરડા માપજે……,
માપજે પ્લોટના પાયા ,બધું માંપજે….”અંગાર”
એક માનવીના માપ લેવાનું રહેવા દેજે….,
ઊંડું દેખાતું હશે…પલમાં છીછરું થઈ જશે….,
છીછરું દેખાશે ત્યાં
ડુબાડી પણ દેશે..!”
——–(-ઇસબ મલેક “અંગાર”)
જેને જેટલી જરૂર હોય એવી રીતે જ જોવાના!! અને આચરણ કરવાના..જમણવારમાં ખૂબ વાનગીઓ હોય,જોતાં જ મોમાં પાણી આવી જાય! પણ ખાવા માટે તો પહેલો હાથ ત્યાં જ જશે જે વસ્તુ ભાવતી હોય.અને ખાઈને,કેવી વસ્તુ કેવી રીતે ખાવ છો?અને એનું પરિણામ શું આવશે?તે એ વસ્તુની તાસીર ઉપર છે.
"જરૂરિયાત અને શક્તિ" એટલે શું? સ્વાર્થ? શક્તિને સલામ.
‘ગરજે ગધેડાને પણ બાપ કહેવોપડે’ .ગધેડાની પાછળ અને પૈસાદારની આગળ કોઈ દિવસ ચાલવું નહિ! કારણકે તે ગમે ત્યારે લાત મારે,કેટલાક એવા હોય “સ્વાર્થ સર્યોને વૈદ વેરી!!”જેવાં જેનાં ચશ્મા એવું એને દેખાય..જે અંદર છે તે બહાર આવે..પોતાની જિંદગી ખુશીથી માણો બીજા તમારા માટે શું વિચારે છે?!તેને તમે બદલી નહિ શકો. પણ એ માટે પહેલાં"ઈગો"હેરાન કરે! સારા તો બધા હોય.
એક બહુ જ જાણીતો જોક છે.
” બેન: એવી સાડી બતાવો કે મારી દેરાણી બળીને ખાક થઇ જાય.દુકાનદાર:એક જ હતી ઇ તમારા દેરાણી લઇ ગ્યા.!”
કેટલી અને કેવી ઈર્ષ્યા પાછળ માત્ર પોતાનો જ સ્વાર્થ દેખા દે..
બીજા શું કરે છે? તે આપણે સતત જોયા કરીએ પણ, આપણે બીજા માટે શું કર્યું?કોઈ દિવસ વિચાર્યું? બીજાને ખુશ કરવા કોશીશ તો કરજો..
જેને બદલી શકાય એને બદલો,જેને બદલી નથી શકતા એને સ્વીકારો,જેનો સ્વીકાર ના થઈ શકે એનાથી દૂર થઈ જાવ, પણ પોતાની જાતને ખુશ રાખો.બીજાને ખુશ રાખો તમને અઢળક ખુશી મળશે!!
મહેનત કરવાં છતાંય કોઇ ફળ ના મળે તો, fruitવાળાની પાસેથી ખરીદી લાવો. કોઇપણ વસ્તું કે માણસની એટલી બધી અપેક્ષા ન રાખવી કે તેના વગર જીવી ના શકાય.
સિંહ અને વાઘ ખૂબજ શક્તિશાળી છે.પણ શિયાળ ક્યારેય સર્કસમાં કામ નથી કરતો.બસ દિલ જીતવાનો જ હેતુ રાખજો. કારણ કે..દુનિયા જીતીને પણ સિંકદર ખાલી હાથે જ ગયો.
તમે ભલે તમારા જીવનથી અસંતુષ્ટ હોવ. પણ ઘણા લોકો એવા હશે જે તમારા જેવુ જીવન જીવવા તરસતા હશે.કોઇને’ સારા’ લાગશો, કોઈને’ ખરાબ’ લાગશો, પણ ચીંતા ના કરશો..જેવા જેના વિચારો હોય છે, તેવા જ તેના ‘ મૂલ્યાંકન ‘ હોય છે.
રેતીમાં ઢોળાયેલ ખાંડ,કીડી વીણી સકે,પરંતુ હાથી નહિ,તેથી ક્યારેય નાના માણસને“નાનો” ના ગણવો.ક્યારેક નાનો માણસ મોટું કામ કરી જાય છે.હીંગના ગાંગડે ગાંધી નથી થવાતું..એ પણ હકીકત છે.
કાળક્રમે સૌથી વધુ નફરતને,એ લોકો જ કરે છે જે સૌથી વધુ નજીક, ઘનિષ્ઠ હોય છે.
કચરાપેટીમા પડેલી રોટલીને કુતરાએ પૂછ્યું,”તું કેમ અહીંયા પડી છો?”રોટલીએ ખૂબ સરસ જવાબ આપ્યો:-“માણસની ભૂખ સંતોષાઈ જાય,એટલે એ તેની “ઔકાત” ભૂલી જાય છે.”આનું નામ તે “જાત બતાવવી”.મારો જ એક જાત અનુભવ, થોડા સમય પહેલાં એક કામવાળી મને લાગુ પડી,”મને તમારા ઘરનું કામ કરવા આપો! હું પોતેજ ઘરકામ કરં છું,તેણી જાણે,છેવટે જાડૂ-પોતાં નું નક્કી કર્યું,બેદિવસ કરી અચાનક આવતી બંધ થઈ ગઈ!મેં જોયું તો છાજલી પર એક કવર હતું રૂપીયાનું તે ગાયબ! બોલો? બતાવી દીધી ને જાત?
આપણી’ઓકત’ એ છે કે, આપણે કુદરત પર નિર્ભર છીએ.આપણે ભૂલી જઈએ છીએ કે કુદરત શું છે, તેના બદલે આપણે,કુદરતથી મહાન છીએ!એવું સાબિત કરવા કોશીશ કરીએ છીએ,એના ફ્ળ સ્વરૂપે કુદરત, કૉરોના જેવા વિષાણુ મોકલી સાબિત કરે છે કે,માણસ જાતની શું ઓકાત છે!!!
આપણે, ડગલે ને પગલે શું પાપ કરીએ છીએ? તે ભૂલી જાઈએ છીએ. આપણા વિચારો, અહમ્, સ્વાર્થ,આળસ આપણને કુદરતથી દૂર કરી દે છે. કુદરતને અવગણવુંજરૂર હોય ત્યારે ‘મેરી અરજી માનલે મૌલા,
મુજકો ભી તુ લિફ્ટ કરાદે!જ્યારે પૈસો આવી જાય, જરૂર પૂરી થઈ જાય,પછી ‘..’અબ મેરે પાસ સબ કુછ હૈ!ગાડી,બંગલા પૈસા’!!અને આ એવી વસ્તુ છે કે તે સગા પિતાને પણ ભૂલી જાય!
બોલો! સમયે સમયે જરૂરિયાત પ્રમાણે રંગ બદલતા કાચીંડાથી પણ વધારે,રંગ બદલતા માનવીની માનસિકતા કેમ માપવી?
મુક્તિદા કુમાર ઓઝા