“સુખનો વિનિમય-સુખ વહેંચવાથી વધે”

“આજ તો “અંગાર”…

 એવો સંકલ્પ કર….,

  ભલે કર કોઈ કાર્ય નાનકડું

   પણ….એવું કર…,

    કે જેનાથી કોઈક 

     ચહેરા હસતા  થાય..!”

———ઇસબ મલેક “અંગાર”

       વહેલી સવારના,મળસ્કે,ઊગતા સૂરજને પ્રણામ કરવાની આદત! પણ ક્યારેક,સવારે  મોડી જાગું અને બારી બહાર જોઉં,તો,સૂરજનો રંગ,શ્યામ ગુલાબીના બદલે,એવો ગોલ્ડન (સોનેરી)રંગ થઈ ગયો હોય અને ચમકતો હોય કે,આંખ અંજાઈ જાય!બસ!એનથી કહેતો કે આજે “હું મોડેથી મારાં કિરણ પાથરીશ”!કુદરતનો વિચાર કરો !પૃથ્વિ,પાણી,પર્વતો,અગ્નિ,આકાશ,વાયુ,વનસ્પતિ,દરેકે દરેક બીજાંને કશુંક આપતાં રહે છે. give love receive love 

                                  વાવો તેવું લણો!! પોતે જે કાંઈ કરો છો,તે પોતાના માટે જ કરતા હોઈએ છીએ! “હું”તમને તમારાથી દૂર થવા જ દેતોનથી.મને,મારું,મારામાટે! કોઈને કશુંક આપવાની કોશીશ  તો કરજો, અને જોજો તમારો હાથ હંમેશાં ઉપર જ રહેશે.

કોઈને આપો તો,તમને પણ ખુશી મળે જ.પણ એક હકીકત છે કે કોઈને આપો તો પોતાને ખુશી મળે એ કરતાં, સામી વ્યક્તિના મનોભાવ વાંચશો તો ખ્યાલ આવશે,કે એને કેટલી ખુશી મળી છે.નાના બાળકને કશુંક આપી જોજો,એના મુખ ઉપરનું નિર્દોષ હાસ્ય! તમને કેવી ખુશી આપી દે છે. ગમે તેવા રાજાને પણ કોઈપણ પ્રકારની ભૂખવહોય છે!પછી તે ખાવા,પીવા,જીવવાકે જીવવાની.ઉંમર પ્રમાણે જરૂરિયાતો પણ બદલાતી હોય છે.આંધળાન,અપંગનેએની એરીતની જરૂરીયાત હોય છે!એ જરૂરિયાતપૂરી કરવા મદદ કરી જોશો તો એ લોકોને જોઈને ખ્યાલ આવશે,કે એ લોકોને કેટલી ખુશી મળે છે!

                                    અમુક માણસોના શરીરમાં “હ્રદય”ની જગ્યાએcalculator હોય છે,

સાહેબ,હાથ મિલાવ્યાપહેલાં હિસાબ લગાવે છે, કે એનાથી મને કેટલો ફાયદો થશે.??!એવીરીતે રોદડાં રોવા નું ચાલુ થઈ જાયકે તમારી વાત સાંભળવાનું, તમારા દુ:ખમાં સહભાગી બનવાનું,તો બાજુએ રહી જાય! પણ પોતાને,કયા દિવસે,કયો જુલાબ લેવાથી,પેટમાં કેટલી આંટી ઉપડી હતી?તેનું તાદૃશ્ય વર્ણન ખડું કરી દે!અને તમને,તમારી વાતને મદદ કરવાનું તો બાજુએ જ કરી દે!તમને લૂંટીને છૂમંતર થઈ જાય તે વધારામાં.પણ

એકલો:—તુજ સુખની મહેફીલમાં,તું સહુને નોતરજે,  પણ જમજે અશ્રુનો થાળ એકલો.

હોંશીલા જગને,હસવા તેડું કરજે,  સંઘરજે ઉરની વરાળ એકલો.

દ્વારે દ્વારે દીપક ચેતાવજે,  ગૉપવજે દિલ અંધાર એકલો.

દિલની વાતો દિલસોજીથી સુણજે: ચુપ રહેજે કાપી જબાન એકલો.

કો’ થાકેલા પગની કાંકર ચુમી લેજે,કદમો ભરજે કંટક પર એકલો.

                                             (ઝવેરચંદ મેઘાણી)

સુખ વહેચવાથી વધે. ભગવાન પોતાની અંદર જ છે. દરેક ખુશી પોતાની અંદર છે.

 તમારે પસંદ કરવાનું છે,તમારે શું કરવું? જે તમે અજાણ પણે,’નકારાત્મકતા’ ક્રીએટ કરો છો .

લાલચ,અપ્રમાણિકતા,અસંતોષ. પણ આપણી સચ્ચાઈ,આપણને સુખ તરફ લઈ જાય છે.

દરેક કર્મ હકારાત્મક હોવા જોઈએ! પસંદ કરવાનું છે, નકારાત્મકતા જોઈએ છે? તો જીવમાં વિચિત્ર ઉત્પાત પેદાથશે,ખોટો ભય સતત રહ્યા જ કરશે..બોલો નક્કી કરો.

                                    કુદરત  હંમેશાં આપતી જ રહે છે.કોઈને કશુંક આપવાથી હંમેશાં વધે છે.એક કિલો બિયારણ જમીનમાં નાખશું,તો પાંચમણની ઉપજ અવશ્ય થાશે. તમે જે આપશો,અને જેટલું આપશો તેનું વળતર ચોક્કસ હજારગણું મળી જ રહેશે માટે જ પોતાની જાતને “પ્યારનો સાગર માનીએ,તો ઊછાળા મારીને નહિ પણ,એક એક બુંદ-પ્યારની (હકારાત્મહતા)ની બુંદ! પ્રેમ,માફી,મદદ,ખુશીનાવાદળાં બનીને વરસશું!!!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: