એક એક આભલાના, તારલામાં ટમકંતો તારોને મારો એ પ્રેમ!
મારી અગાશીનું,આટલુંક વિશ્વ! આકાશે અણુ અણુમાં વ્યાપતું.
દિલના ઊંડાણ એવાં માપ્યાં અગાધ,જ્યારે અગાશી બદલાઈ અકાશમાં!
જે દેખાય એજ મારું,’મારું’આખું આકાશ હવે મારું!
મારી અગાશીમાં ગમતો સિતારો!ચંદ્રનો પ્રકાશ!નહિ શિતળતા?
ઘેરા અંધકાર વચ્ચે ચમકંતું ?મારા વિચારોનું ઝૂમખું આકાશથી નીચે ઉતારું,
મારી નાનકડી આંખમાં સમાય,
આકાશને નીચે ઉતાર્યું,અગાશીમાં સમાય ?
મારી નાનકડી આંખમાં સમાય!કીકીથી નાનું આકાશ.
અગાશીનું આકાશ! હું જોઉં કેવું નાનું?
અનંત,અગાધ ! ઉર્મિના ઊંડાણમાં અખિલબ્રહ્માંડ?
એક નાનકડી મારી આંખમાં, ચમકંતા આભલા
સૂરજ ચંદર તારા સમાય!
આકાશે ખેંચાઈ,ઊંડાણના અંધારાં ઉલેચતી જાઉં ખોવાઈ!
દાદા ને દાદીને આકાશે શોધતી હું,તારલાના ચમકારા જોતી.
અગાશીના ઓટલેથી ઊંચે જોઉં તો,હજાર હાથ વાળો ઉપર દેખાય!
મારી અગાશીનું,માપ છે અનંત! એને માપું ના ઇંચથી મપાતું!
જેટલું દેખાય,અરે!જેટલું મપાય?
આકાશે આપણુંને અગાશી આપણી.નાનું કે મોટું છે મારું આકાશ!
ઘેરા અંધાર વચ્ચે ચમકંતું મુખડું દાદા-દાદીનું એમાં શોધતી!
મારી નઝરોથી જોયું ખુલતું આકાશ.એક ઊગતું આકાશ!અગાશીમાં.
મુક્તિદા કુમાર ઓઝા