“ટાળ્યાં તે કોઈના નવ ટળે”

ભર શિયાળે માવઠું પણ નીકળે
લ્યો…, શુ કરી લેવું….”અંગાર”,
ધારણાઓ થી કોઈ માઠું પણ નીકળે!”
—— ઇસબ મલેક ‘અંગાર”
“ભર્યું નાળિયેર” ગુજરાતી ભાષાનો આ જાણીતો ફ્રેઝ છે.બઝાર જઈએ ત્યારે,વસ્તુ ખરીદતા પહેલાં,જોઈ-તપાસીને વસ્તુ ખરીદીએ!!કપડું ખરીદતા હોઈએ,તો એની પેશ્માઈ કેવી છે? રંગ કાચો છે કે પાકો? પન્નો માપસરનો છે કે નહિ??? વગેરે તપાસી ભાવ-તાલ કરીને પછી જ ખરીદીએ.અમુક વસ્તુઓ ખરીદવી હોય તો “ટકોરા મારી”અને પછી જ ખરીદીએ.એટલે એક એવી આદત હોય છે,કે ખરીદી તો “ટકોરાબંધ”કરવાની! પણ સંસારમાં અમુક વસ્તુઓ,વ્યક્તિઓ,કાર્યો એવાં છે! જે બહારથી તો,એકદમ ચકાચક દેખાય,પણ જ્યારે ખોલીએ,ઉપયોગ કરવો શરૂ કરીએ,ત્યારે ખબર પડે કે ‘આમાં તો આપણે છેતરાઈ ગયા છીએ.”ઘણીવાર નવી વ્યક્તિઓ માટે,વધારે પડતાં વખાણ કરવાની લોકોની બહુજ આદત હોય છે.પણ ત્યારે, વડીલોને બોલતાં સાંભળ્યાછે ”નિવડે વખાણ”!
પણ કોઈને ખરાબ ચિતરવા નહીં, કારણ કે એમાં કલર તો આપણો જ વપરાય છે.
“લ્યો.. શુ કરી લેવું,(ફેસબુક ફ્રેન્ડ- નંદલાલ અઢીયા:કહે છે).
‘મારું મેં કર્યું’,તે ખોટી વાત છે.કરતા જ રહેવાનું છે.સારું\ખરાબ ?ખબર નથી પણ કરતા જ રહેવાનું છે..
‘પાપ તારું પરકાશ જાડેજા!ધરમ તારો સંભાળ રે!તારી બેલડીને બૂડવા નહિ દઉં….જાડેજારે એમ તોરલ કહે છે જી’!!
ધાર્યું’તું કાઈક,ને થાય કાંઈ!આવા તો કેટલા બધા બનાવો છે.ભગવાન કેરમ રમવા બેઠા છે.અને આપણે સૌ “કૂકરી”છીએ.“હું કરું હુ કરું! શેખચલ્લીની જેમ આપણે બાળકો પાછળ,ગધ્ધા વૈતરું કરીએ અને, ફૂલ જેવાં બાળકોને પણ આ વર્ગ,પેલા વર્ગની દોડાદોડ કરાવી“બાળપણ”ભૂલાવી દઈએ છીએ,અને છેવટે..”મેં તો જાણ્યું,કે ગગો થાહે ગવંડર! પણ ગોફણ પાણા હૂંતી જાય રે”!!
ધારણાઓ પાછળ આપણે અત્યારને,વર્તમાન સમયને ખોઈ દઈએ છીએ.“હવે શુ થાશે”? બુઢાપામાં,મનેમિલ્કતની જરૂર પડશે!એટલે “ભેગા કર”એવો વિચાર કરવા કરતાં અત્યારે જે કરો છો તે માણો! કોણે દીઠી કાલ?
અત્યાર સારી હશે,તો ભવિષ્ય ઉજ્જવલ જ થશે.કાલે તો મારા સાથે ખૂબ વાતો કરી હતી! આજે શું થયું?આ 2020ની સાથે,એ તો સાબિત કરી દીધુ જ છે.”ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે”!અરે મૃત્યુનો તો એટલો ભય છે! !કે”ઑફીસ બેગમાં કોમ્પ્યુટર,મોબાઈલ,ચાર્જર સાથે “કફન”નો પણ સમાવેશ થઈ જાય.તો નવાઈ નહિ!
માત્ર છોકરાઓ જ શ્રીદેવીનો ફોટો લઈને,ફરે એવું નથી.ઘરમાં ઘરવાળી! પોતાના મિકેનિક પતિને એમ કહેતી હોય છે! કે “જુઓ બાજુવાળા અંકલ, કેવા સરસ! ધર્મેન્દ્ર જેવા સૂટબૂટ પહેરીને,તૈયાર થઈને ઑફિસ જાય છે,કેવું જોવું ગમે! અને..બીજા તમે! જુઓ,આ શું? લગર-વગર,ગંદા,બ્લુ,રંગના કપડાં પહેરીને નીકળી પડો છો”!(પરણ્યાં ત્યારે ફિલ્મી જિંદગી ઈચ્છી હતી,પણ શું થાય?)
કપાળે છજ્જું કરીને આકાશ તરફ,આશાભરી નઝરે જોતો ખેડૂત! કલ્પનાઓ તો ઘણી કરે..પણ કુદરતે શુ કરવું? કેવો વરસાદ કરવો?તે તો કુદરતના જ હાથમાં છે!!અત્યારે 2020નું વર્ષ પૂર્ણ થવાની તૈયારીમાં છે! “કેવું ગયું”?આપણા હાથમાં છે કાંઈ? ‘ઈશ્વર શરણ’ એ જ આપણો સુખી થવાનો રસ્તો છે..”ઈશ્વર જે કરે તે સારાં માટે જ કરે છે! આવતું વર્ષ આપણા સૌનું, આનંદથી,સુખથી ભરપૂર જાય એવી ઈશ્વરને પ્રાર્થના.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: