આજ તો મજા છે જિંદગીની
મન હોયતો માળવે જવાય.
મન મારું મનનો રાજા! મન મારું મતવાલું.
મનથી જાગવું,મનથી સૂવું મનથી કરગરવું.
મન હોય તો મંદિર જાવુ
મનમાં રડવું,મનમાં રાંડવું.
કોઈને કદિ ના કવરાવવું.
મનનું ભાવતું ખાવુ,
મનનું ગમતું ગાવું,
મન હોયતો માળવેજાવું. મનથી મોજીલા થાવું,
મનથી જ મોજમાં રહેવું.
આ જ તો મજા છે જિંદગીની
આજને આજે અત્યારે માણી લેવું.
મનમારીને મીર ના થાવું
જગમોટું તો મન મોટું
કે મનમોટું તો જગ મોટું
મનનું મનમાં મમળાવો નહિ
મન મારીને જીવો નહિ?
મન મારું છે મનનો રાજા
મન મારું મતવાલું
મુક્તિદા કુમાર ઓઝા