“સુંદરતા આંખોથી નથી અનુભવાતી
એ તો વિચારોથી વણાય છે,
જ્યાં સુધી પ્રેમ હોય…ત્યાં સુધી સુંદરતા.,
જેવો પ્રેમ ની જગ્યાએ ધિક્કાર આવે….,
સુંદરતા આપો આપ અદ્રશ્ય…!!”
——ઇસબ મલેક અંગાર
મતિ ક્યારે ફરેતે કહી ન શકાય. અને એનું કારણ પણ આપણે ન હોઈએ !
અને ત્યાં જ સંસ્કાર આવે છે . કાશ્મીરમાં પંડિતો એ કોઈ દિવસ બંદૂક ન ઉપાડી જ્યારે આજના લોકો નાની નાની વાતમાં ખૂનામરકી કરે છે !!!
સુંદરતા પામતાં પહેલાં ‘સૌંદર્ય’ બનવું પડે! કાળો,કુડો,કપટી કહાન! છતાં કેવો ગુણોની ખાણ છે! દ્રૌપદીનો દોસ્ત!શૂર્પણખાનું નાક ખાવાવાળો!પૂતનાનું ધાવણચૂસીને યૌવન ખતમ કરવાવાળો, રુક્ષ્મણિનીએક ચિટ્ઠી માત્રથી રુક્ષ્મણિને ભગાડીને પરણી જવાવાળો! બોલો! નિખાલસ ગોપીઓની મટુકી ફોડવાવાળો, मैं नहि माखन खायो! કહીને માને પણ રંજાડનારો! તેને આપણે “ગુણોની ખાણ”કહીએ અને “શ્યામ સુંદરા”…. સુંદીરવરા”!!.. મધુરાધિપતિ જેના થકી ‘अविलम्ब मधुरम्’!! કેવી મધુરતા? કેવું માધુર્ય?
બીજાંની ખુશીમાં જ પોતાનો આનંદ સમજનાર વ્યક્તિ લોકોની નજરે સન્માનનીય તો બની જ જાય છે.
દરેક વૃક્ષ ફળ આપે એ જરૂરી નથી,એના પાન,પત્તા,ડાળીઓ કે મૂળીયાંનો સદુપયોગથઈ શકે છે.આંખોને જે ગમે તે જ સુંદર હોય એવું નથી!
સાકર ખાવાથી ડાયાબિટીસ થાય!અશક્તિ આવે, હાડકાં ગળીજાય!જુદા-જુદા રોગો થાય પણ દેખાવમાં અને સ્વાદમાં તો કેવી “રૂડી રુપાળી”શરીરમાં અંદર જાય ત્યારે પરચો બતાવે.
નાની હતી,ત્યારે સાકર બહુજ ભાવતી એટલે “હોમીયોપથીની દવા હું હોંશે હોંશે ચગળી જાતિ!”દેખાવ” શું કામ કરે છે?
આયુર્વેદની એક ફાકી “ચાતુર્ભદ્રક-કટુભર્જિત”મધ સાથે રોજ સવારે ખાલી પેટે ચટાડવામાં આવે! તો એવા ‘ધમપછાડા’ કરતી કે જાણે કોઈ મને લાકડીથી મારતું હોય.એ તો હું બાળક હતી એટલે.
ઈર્ષ્યા,લોભ,મદ,મોહ કામ, ક્રોધથકી ખદબદતા જીવો પણ હોય છે જ.જે “અહંકાર”થી ભર્યા-પૂર્યા હોય છે. એની બોલવા-ચાલવા-વ્યવ્હાર કરવાની રીત જુઓ તો એમજ લાગે કે ‘આહા! શું સંત છે!’ અનુભવ સચ્ચાઈના પારખાં કરાવે.
જે વસ્તુ વારેઘડીયે નજર સામે આવે તેની કિંમત ન રહે.એના માટે અભાવ જાગવા જ માંડે.જલેબી ભાવે ખરી.પણએક,બે,ત્રણ કે પછી એકવીસ પણ પછી તો અકળજ આવે.પાણીમાં મીઠું નાખતા જાવ, નાખતા જાવ તો એક પરિસ્થિતિ એવી આવે કે સંતૃપ્ત થઈ જાય અને મીઠું ઓગળવાનું બંધ થઈ જાય.
ઓ હો!
જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ.આપણા ભાવ પ્રમાણે આપણી ઈચ્છા બદલાતી રહે. જિંદગી ને સમજે તે જિંદગી જીવે..ને મનના ને હૃદયના સૌંદર્ય ને પામે.!!ક્ષણિક સુખો પરપોટો ફુટે તેમ ફુટી જાય છે ! ખરું સુખ મનને જાણે વિચારોને જાણે, મનને પ્રેમના વિવિધ રંગોથી રગી હૃદયને છલકાવી દે તે જિદગીને માણી શકે છે..!
સુંદર વિચારોની અભિવ્યક્તિઓને વધાવતાં ખુશી થાય છે..
-કે.કે રોહિત
સુંદરતા પામતાં ,સૌંદર્ય બનવું પડે! ઘણી વાર,વ્યક્તિની સુંદરતા કરતાં સરળતા વધારે અસર કરી જાતી હો ય છે.સરળ લોકો હંમેશાં સત્યના રાહ પર જ ચાલતા હોય.અરે નજર સામે, કંઈક ખોટું થતું હોય,તો એ પણ એ લોકો,સહન ના જ કરી શકે.આ જ વિચારોની સુંદરતા/સાત્વિકતા છે
“સૌંદર્યની ભડાશ!”
