કોમર્શિયલ વહેવાર….
“સ્વાર્થ-સમર્થ”
“જરૂરતની અસર આટલી
જમાનામાં…,
પહેલા ફરી ફરી ને નજરું કરી
લેનારા….,
પછી નજરે આવે ને ફરી ફરી
જાય છે..”
(ઇસબ મલેક “અંગાર”)
માણસની જાત છે,ભાઈ! માનતાઓ માની,ભગવાનને પટાવે,પછી કામ થઈ જાય એટલે ભગવાનને પણ ભૂલી જાય.
અરે! પોતાના દર્દને પણ ભૂલી જાય. બે કલાક પહેલાં શું કર્યું હતું?તે પણ ભૂલી જાય.
ભૂલો ભલે બીજું બધું!શિખામણ/સમજણ તો બહુજ આપવામાં આવે,પણ અમલ ન થાય.તે હકીકત છે. વહાલા થતા લોકો, સેલ્સમેનશિપ! મીઠું-મીઠું બોલી પોતાની સડેલી વસ્તુ ખપાવી..એવા તો છૂ થઇ જાય! એને તો એના રોકડા દામ મળી ગયા હોય! પછી "તું કોણ ને હું કોણ?"
જિંદગીના બઝારમાં પણ આ જ ચાલી રહ્યું છે. બાળકને જન્મ આપવો,વેપારી વૃત્તિથી આપવો! 'વંશનોવારસ છે!!"બુઢાપાની લાકડી! બાળકના”પોતાના”વ્યક્તિત્વનો વિચાર કોણ કરે? બાળક મોટું થાય, અને લગ્નનું બઝાર! એજ. જેમ વેપાર માટે શોકેસમાં વસ્તુઓ મૂકાય!એમજ અહીં પણ ""તમે સારા-અમે સારા"અને પછી...""તું કોણ અને હું કોણ??"
‘સ્વાર્થ સર્યો અને વૈદવેરી’ .. એમાં ક્યાં નવું છે,?
શક્ય છે,પશુ-પક્ષીઓમાં પણ આવું થતું તો હશે જ. કોયલ પોતાનાં ઈંડા કાગડાના માળામાં મૂકી આવે.સાપ પોતાના ઈંડા ખાઈ જાય.એવાં ઘણાં જ પશુ-પક્ષી છે. જે આવું કરતાં હો जीवों जीवस्य भक्षणम्!!
‘પાપી પેટ કે ખાતિર’, શામ-દામ-દંડ-ભેદ-ચોરી-ચકારી,બધું જ અમલમાં મૂકવું પડે.અને એનો જન્મદાતા સ્વાર્થ છે.જે કર્યું-કારવ્યું ભૂલી જાય છે.અર્ધાકલાક પહેલાં,નેચરલનો સીતાફળનો આઈસ્ક્રીમ ખાધો હોય,તે ફરીથી અને ફરીથી ખાવાની ઈચ્છા થાય છે.. સ્વાદ ભૂલી જાઈએ છીએ??
આ જીવન,શ્વાસ,શરીર એક રીતે સ્વાર્થને જ અનુસરે છે.. દરેક ને મોક્ષ જોઈએ છે..ઉદ્ગતિ જોઈએ છે..સદ્ગતિ જોઈએ છે,યેનકેન પ્રકારેણ!
મુક્તિદા કુમાર ઓઝા