“જીવનમાં જાજુ બધુ સેટ ભલે કરજે, પણ એક હદને તો જાળવજે જોજે…, વધુ ને વધુ સેટ કરવામાં ખુદ અપસેટ ન બની બેસે.”—- (ઇસબ મલેક “અંગાર” પૈસો કમાવવો જરૂરી છે જ,અને એ પણ સાચુકે પૈસો એ જીવનનો એક રક અનિવાર્ય ભાગ છે, પણ એ કમાવવા માટે ખુદનું જીવન , જીવનની શાંતિ ખતમ થઈ જાય એ હદે જવું…., એ તો એક જાતનો શાંતિનો આપઘાત બરાબર ની વાત થઈ..! એક ભાઈ હતા.એમને દાળિયા ખરીદવા હતા.તે બઝારમાં ગયા.ત્યાં ગુજરી ભરાણી હતી. એટલે આખું એક વર્તુળાકારમાં દુકાનો બઝાર હતી.તેમને જાણવા મળ્યું કે,આગળ જશો, તો દાળિયા સાથે સેવ મફતમાં મળશે.ત્યાં પહોંચ્યા તો કોઈએ કહ્યું કે અરે!આગળ જાવ ત્યાં તો સેવ-મમરા અને બંદી પણ દાળિયા સાથે મફતમાં મળે છે!”મફત મફત મફત”માટે ભાઈ તો આગળ વધતા જ રહ્યા.પણ છેવટે શું થયું? એ જ્યારે,છેલ્લી દુકાન પર પહોંચ્યા ત્યારે,છેલ્લી દુકાનમાં બધું જ ખતમ થઈ ગયું હતું!! અને જ્યાંથી આવેલા એ બધી જ દુકાનો પણ બંધ થઈ ગયેલી.એટલે સસ્તું મળવાના લોભમાં ભાઈ’દાળિયાથી પણ રહ્યા! હકીકતમાં મળ્યુ છે, તે માણવાનું ભૂલાઈ જાય! અને એના બદલે ભવિષ્ય માટે વિચારતા થઈ જઈએ! આ..તો..એની મિલ્કત ઉપર,’સાપની જેમ બેસશે’ અત્યારે,INDIAN IDOL નામના એક ગાયનના પ્રોગ્રામમાં,જુદાજુદા ગાયક,પચીસ છવીસની ઉંમર ની આસપાસના ભાગ લે છે. તે લોકોની જિંદગી વિશેની વાતો સાંભળીએ,તો રુંવાડાં ઊભાં થઈ જાય ! આવા બાળકો શું મહેનત કરે છે!”કલાકાર” બનવા માટે! એક ઉદાહરણ આપું!એક કલાકાર છોકરીના પિતા એમ્બ્યુલન્સના ચાલક છે. લૉકડાઉન દરમિયાન પણ ડ્યૂટી કરતા.એમણે ધાર્યું હોત તો દિકરીને,આવા મહેનત ભર્યા રસ્તે જાતાં રોકી હોત! અને કહ્યું હોત “કોઈ પ્રોફેશનલ લાઈન લે અને કમાવા માંડ! અને પરણી જા,એટલે અમારી જવાબદારી પૂરી!”.પણ એ ભાઈ દિકરીને કોઈ પણ રીતે સંગીત શીખવામાં મદદ કરે છે. આવા તો કેટલાય વિદ્યાર્થીઓ છે,જેમના ભવિષ્યનો વિચાર,મા-બાપ કાળી મજૂરી કરી, પોતાના ભૌતિક આનંદનો ત્યાગ,કરી પોતાના ભવિષ્યનો વિચાર પણ નથી કરતાં! અહીં પોતાની જિંદગી તો સેટ થાશે કે નહિ ખબર નહિ! પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. એવુ પણ બનતાં જોયું છે,કે અબજો પતિ,અબજો રૂપિયાના માલિક હોય! પણ બાળક કયા ધોરણમાં ભણે છે? કોની દોસ્તી છે? ક્યારે શું કરેછે? ખબર ના હોય. ઉમર પ્રમાણે બાળકને વધારે પડતી સગવડો આપી દે.સમયથી પહેલાં જ જિંદગીની બધીજ મઝા માણી ચૂકેલો બાળક,જિંદગીથી ઊબકી જાય.સાચો પ્રેમ શોધવા કોશીશ કરે! કંટાળે, ડ્રગ એડીક્ટ થઈ જાય! આપઘાત કરે!! ત્યારે ભવિષ્યના પૈસા પાછળ ભાગતા પિતાની આંખ ઊડે! ત્યારે તો બહુજ મોડું થઈ ગયું હોય છે. હા! સૂકો રોટલો ખાતાં હો,અને ઘીવાળો રોટલો ખાવા મળે તો મઝા તો આવેજ. અને જિંદગીમાં ઊચું જોવાની અને સારું મેળવવાની કોશીશ તો કરવી જ જોઈએ,પણ એટલી હદે નહિ કે વર્તમાન “ભૂત” બની જાય. મુક્તિદા કુમાર ઓઝા
“લોભને થોભ નથી”
