હું હસું કે તું હસે!
આજ ક્ષણ છે,એ જ ક્ષણ છે.
આવતી જતી નથી !
એજ એ છે ક્ષણ હવે!
ભૂતમાં,ભવિષ્યમાં, વર્તમાનમાં પણ!
છે હાથમાં! કે,ગુંજે ગાલ!ક્ષણ.
તું જોતો રહે.. એ ‘આજ-કાલ’!ક્ષણ
આવ નહિ,આદર નહિ,
બસ “હું” જ એવું મર્મ મનનું
માન મળતું “મુજ”ને મળતું
તુજમાં તારું રૂપ ધરતું,
આજ હું છું,કાલ તું છો !
તું હસે કે હું હસું!
કાલે હશે સૌ?
હું હસું કે તું હસે?
આ જ ક્ષણ છે
એ જ ક્ષણ છે.
હું હશે કે તું હશે
સૌ હશે?
આજ ક્ષણ છે એજ ક્ષણ છે.
મુક્તિદા કુમાર ઓઝા