“ખો ખો ની રમત રમાય રહી છે અહીં ચારે કોર,
ખો બીજાને આપી, પકડવાનું ત્રીજાને કહે છે સૌ કોઈ..!”
—————–ઇસબ મલેક “અંગાર”
કોઈ ઑફિસમાં, પંચાયત ઑફીસમાં,શાળાનીઓફિસમાં…આ “ઑફીસ”નું નામ પડ્યું એટલે સાર્વત્રિક નિયમ મુજબ જાણે કે,જવાબ તૈયાર જ હોય છે!! “હા! તમારી વાત સાચી છે! પણ’સાહેબ’ને પૂછવું પડશે. સાહેબ. ખબર નથી ક્યાં છે? હમણાંતો અહીંયા જ હતા.”.સાહેબના “બેતાલાં ના ચશ્મા ટેબલના ડેસ્ક ઉપર”એકલતાની ચાડી ખાતાં પડેયાં હોય!… લગભગ ચાર કલાક એક નાનકડાં કામ પાછળ ખર્ચાઈ જાય.
બીજા દિવસે જાવ તો.. જવાબ મળશે..”સાહેબ મીટીંગમાં છે!”ત્રીજા દિવસે, જવાબ મળશે “સાહેબ આજે તો,’આઉટ ઓફ સ્ટેશન છે.”અને ચોથા દિવસે!’સાહેબ’મળે ખરા..પણ ‘એમના’ તરફથી જવાબ મળે ..”આ તો અમારું કામ નથી,તમે ‘ત્યાં’ જાવ. ‘ત્યાં’ કહે કે”નહિ નહિ,એ તો એમનું જ કામ છે!”છેવટે.કોઈ આંખ મિચકાવે! અને,જે કામ માટે મહિના દિવસ સુધી,”આંટા” મારતા હતા, તે કામ, ત્યાં ને ત્યાં ઊભા રહીને,અર્ધા કલાકમાં થઈ જાય.!એ જ કામ માટે આપણને”ફૂટબોલ” બનાવવામાં આવે! કારણ શું? એ તો ભગવાન જાણે. બે બોસની બનતી ન હોય, ચાંદલો જોતો હોય..કે પછી,કામ કરવાનું આળસ! જે હોય તે .. પણ આપણો તો સમય જ વેડફાય. આ ઓફીસની “ખો-ખો”ની રમતમાં!
કેટલીવાર ઘરમાં પણ આવું થતું હોય.”ના પાડી ન શકાય” શક્ય છે આળસ આવતું હોય, મનની ભાવનાની તો કેમ ખબર પડે? અને એટલે તો,આવું સુંદર ગાણું તૈયાર થયું છે ને?! “”તમે થોડું ઘણું સમજો તો સારું હો રાજ વહેતા વાયરાને કેમ કરી વારું..મોટાં ઘરની હું મોટી વહુ વારુ.!”(બધાં બહાનાં)..”એ ને પૂછવું પડે!” “એમને ના ગમે ” “એ જ આવું કહે” “એ કહે એમ જ થાય”..એને પૂછ્યા વગર કેમ થાય?”..
સહજ અને સરળતાથી,બધું જ મેળવી લેવું છે, પણ જ્યારે,જવાબદારી ઉપાડવાની વાત આવે, ત્યારે”તાવ”આવી જાય.એ મનોવૃત્તિ છે.અને એમાં સાથદે ‘કાન-ભંભેરણી’ કાનમાં કહેવાની રમત-નો “શબ્દ”એક પાસેથી પેદા થાય!ત્રીજે હજુ પહોંચતા પહેલાં બદલાઈ જાય. અને જિંદગીની જવાબદારીનો “દાવ” થોપી દે.
“ખો-ખો”
