“જેવો જેનો હોશલો ,
એવી તેને સફળતા મળે,
પતંગ ઉડારનારના….,
પતંગ જ આકાશમાં
ઉડતા હોય,
બીજાની દોરમાં
વચ્ચે લંગરિયા નાખનાર….,
સદા લંગરિયામાં જ અટવાયેલા રહે છે.”
…….. ( ઇસબ મલેક “અંગાર”)
બીજાના ઉડતા પતંગના દોરમાં લંગરિયા નાખીને દોર ભેગો કરવાની વૃત્તિ વાળા અનેક લોકો આપણી આસપાસ જોવા મળતા હોય છે..! જેઓ હમેશા સૉર્ટ કટ થી માલામાલ થવામાં માનતા હોય.
પણ જો બારીકાઈ થી અવલોકન કરશું તો આવા સૉર્ટકટ વાળા બહુ આગળ વધી શકતા નથી.. તેઓ એમને એમ સૉર્ટ કટ માં જ અટવાયેલા રહે છે. કારણ કે તેઓ મહેનત ના ફળની કિંમત જાણતા નથી… એક વખત કોઈ માલ સંપત્તિ હાથમાં આવે એટલે એને ઉડાડવા માટે પણ ખરાબ રસ્તા…જેમકે..જુગાર, શરાબ વિગેરે…અને અંતે તે ખાલીના ખાલી જ રહે.. !
પણ જેઓ મહેનતની કમાઈ ખાતા હોય, તેને રૂપિયા પૈસા નું મૂલ્ય સમજાતું હોય છે, એટલે તેઓ વિચારી વિચારી ને આગળ વધતા હોય, અને તેઓ ખૂબ જ આગળ વધી શકે છે.
આવા લંગરિયા ફક્ત બિઝનેસમાં જ જોવા નથી મળતા…,
કેટલાક બીજાની વાતોમાં પણ લંગરિયા નાખતા હોય…!
એવા લંગરીયાઓને જોવા હોય અને માણવા હોય તો ખાસ લોકલ ટ્રેન, લોંગ ટ્રેન, બાંકડા પાર્ટી, સાત આઠ જણા જે માત્ર મળવા માટે સમય પસાર કરવા માટે ભેગા થયા હોય એ લકો પાસે એક ગ વિષય હોય” કોણે શું કરવું જોઈએ “
જાણે કે એ લોકો જ રાજ ચલાવતા હોય પછી ભલેને ઘરમાં બિચારી દિકરાની વહુ દળણાં દળતી હોય!
અંતે…માં
બે શેર ..માણીએ
“હજારો ખ્વાહિશે ઐસી કિ
હર ખ્વાહિશ પે દમ નિકલે
બહુત નિકલે મેરે અરમાન
લેકિન ફિર ભી કમ નિકલે…
~ મિર્ઝા ગાલિબ
એને મળ્યા છતાંયે કોઈ વાત ન થઈ,
ગંગા સુધી ગયા તોયે પ્યાસા રહી ગયા.
—આદિલ મન્સુરી
આવજો….