“ભગવાન ભરોસે
મારી એકલતા”
” છોને આકાશ તૂટી પડે,
તું ક્યાં એકલો છો…?
માંલિક ઉપરનો ભરોસો
તો સાથે છે….,
દિલના અવાજે હિંમત રખ,
જે થશે તે સારું જ થશે…!”
( ઇસબ મલેક “અંગાર”)
હકીકતમાં,શ્વાસ પણ આપણા સાથી નથી! સતત સમય સાથે,આપણા શ્વાસ તાલ મિલાવે છે.સમય તો ભયંકર ભાગે છે, જુઓને આ 2020નું વર્ષ ધાર્યા એના કરતાંવધારે ઝડપથી”કૉરોનાના સાથે ભાગી ગયુંને? અને’કૉરોનાની છાપ એવું છાપતું ગયું,કે એ ‘છાપ’યુગો સુધી નહિ બદલાય!
આ શ્વાસ સમય સાથે જે દોડ્યા કરે છે તેની ‘ધડકન’નો અવાજ સાંભળશુંને? તો ખ્યાલ આવશે કે,’એક તત્વ’ હંમેશાં આપણી સાથે છે! એને કોઈ પણ નામ આપો,’કુદરત’,’અલ્લાહ’,કે’ભગવાન’ કે પછી તમે “પોતે”!! શ્રીરવીન્દ્રનાથ ટાગોરે બહુ જ સરસ લખ્યું છે,
”તારી જો હાક સુણી કોઈ ના આવે,તો તું એકલો જાને રે…”
Think positive.. સતત મનને કહ્યા જ કરવું પડે છે,”જે થાય તે સારા માટે”ઘણીવાર એવું બનતું હોય છે કે,અત્યારે જે પરિસ્થિતિમાંથી પસાર થતાં હોઈએ,તે બહુજ તકલીફ દાયક હોય,દુઃખી કરનાર હોય ! સહન પણ ન થઈ શકે એવી હોય.પણ… એ વાતને વીસ વર્ષ પછી, જોશો અને યાદ કરશો તો હસવું આવશે.અને આપણે આપણી જાતને કહીશું”આટલી નાની વાત માટે આપણે દુઃખી થતા હતા?” એ દુઃખી થવાનો પ્રોસેસ શક્ય છે “શાન ઠેકાણે લાવવા” માટે થતો હોય છે.કુદરત ડગલે ને પગલે,સાબિત કરી દે છે કે, “ભાઈ, ‘મારા વગર (કુદરતની રહેમ વગર)પાંદડું પણ નહિ હલે’ માટે.મારા ઉપર ભરોસો(ભગવાન\અલ્લાહઉપર ભરોસો) રાખ! વિશ્વાસ રાખ, આ જે ‘તકલીફો’આવે છે ને! તેને સહન કરવાનીહિમ્મત\તાકાત“હું”છું.એ”તાકાત”ને પકડી રાખ.
એક જમાનો એવો હતો”શીતળા”ની પણ દવા નહોતી!આપણે શીતળાને માતાજીનો પ્રકોપ માનતા હતા! આ કૉરોનાને આપણે “કુદરતનો કોપ” જ માનવો પડે.શીતળાની રસી શોધાણી એને માનવી “પોતાનો આવિષ્કાર”માને છે,–એ જે માનવું હોય તે માને, શોધવું હોય તે શોધે!
છેવટે “આંખ ઉઘાડવાવાળો તો ઈશ્વર જ છે! “આંખની અંદર ‘તેજ’ આપવા વાળો તો તેજ છે અને “એ” હંમેશાં આપણી સાથે જ છે.
મુશ્કેલીની રેતીમાં હું ચાલતીહતી!ત્યારે,મને થયું કે,
મારા એકલાના જ પગલાં દેખાતાં હતાં,
પછી ખબર પડી કે,
“ભગવાન”મને તેડીને ચાલતા હતા! એ એમના(ભગવાનના) જ પગલાં હતાં.
અલવિદા 2020…
મુક્તિદા કુમાર ઓઝા