“અન્ય ઉપર વિશ્વાસ મુકવા,
કે અન્યનો વિશ્વાસ
નિભાવવા….. માટે. …..,
પોતાની જાતમાં ભરપૂર
આત્મવિશ્વાસ હોવો
જરૂરી છે.”
( ઇસબ મલેક “અંગાર”)
ખોટું બોલવુંએ પણ એક કળા છે,તમે વાત કરો ત્યારે સામી વ્યક્તિને ભ્રમ પણ ના પડે કે તમે ખોટા છો,ફિલ્મની અંદર જે થઈ રહ્યું હોય તે બિલ્કુલ “ખોટું”હોય છત્તાં એવાં ‘કરતૂતો’ને આપણી જિંદગીમાં ઉતારતાં હોઈએ છીએ.
જે વસ્તુ ઉપર કંટ્રોલ હોય,એ બગાડશે,તો તમે સુધારી જ શકશો.કાર્યમાં પારંગત હોઈએ,તો જ “આત્મ વિશ્વાસ” પેદા થાય.
અમે નાના હતાને ત્યારે પરિક્ષાના આગલા દિવસ સુધી ખૂબજ ધમાલ-મસ્તી કરવાની, નવરાત્રિમાં ઘૂમવાનું,બસ મસ્તી મસ્તી મસ્તી..ભણવાના પુસ્તકો તો એવાં ડાહ્યાં થઈને, ઘરના એક ખૂણામાં હોય! એને ન વહેલા ઊઠવાની,ન નહાવા-ધોવાની,ન જૂતા-પૉલીશનીકોઈજ “રામાયણ”ન હોય.
બીજા દિવસે સવારે.. ભા…ગો સાત વાગી ગયા! અને પરિક્ષા ચાલુ.હાથમાં પેપર આવે જોઈએ,ત્યારે’કીડા-મકોડા’ જ દોડતા હોય એવું દેખાય.’સમય’ એક એક મિનિટ-એક એક યુગ જેવો વર્તાય.ગર્દનમાં સ્પ્રીંગ બેસાડી દીધી હોય એમ ચારેબાજુ ફેરાવાય, નિરીક્ષણ માટે ફરતા શિક્ષક ‘જંગલી કૂત્તા’ જેવા ભાસે! આ આંટા મારતા શિક્ષકને જોઈને,વારે-ઘડીયે પાણીની તરસ લાગે.જેવા શિક્ષક પીઠ ફેરવે એટલે”એ યાર બતાવને..છેલ્લાનો જવાબ બતાવને..”
અને એ પેપરોમાં ઝીરો આવે તો ઝીરો! પણ છૂટીનો ઘંટ વાગે,અને પરિક્ષા-કક્ષમાંથી છૂટીએ એટલે
લાગે, સાક્ષાત્ સ્વર્ગ મળી ગયું છે!!એવું ભાસે.
મોટાથઈ કોલેજમાં ઘૂસ્યા,પણ એજ રામાયણ! પરિક્ષાનીબલા ન ટળે,ભણવાનું ન ગમે. ટેબલ ઉપર જવાબ પેપર સામે છૂરો રાખીને પેપર લખતાં ન આવડે, બારી બહાર કૂદી,પુસ્તક ખોલી જવાબ શોધી ‘બીજામાં ત્રીજો’,’ચોથામાં છટ્ઠો’એમ જાત માટે,અને મિત્રો માટે”વાફાદારી” દર્શાવી “કોલેજમાંથી rusticate થઈએ તો શું થયું?” એવો ‘આત્મવિશ્વાસ’ ક્યાંથી પેદા કરવો? આ”આત્મવિશ્વાસ” ના હોવાના કારણે જ, એક જ ધોરણમાં ચાર-ચાર વર્ષ-કૉલેજની કેન્ટીનમાં-પસાર કર્યાં!,હવે ક્યાંય રસ્તો ના મળ્યો,એટલે ‘સમાજ-સેવા’માં કૂદકો માર્યો!પણ ત્યાં પણ મોટી મોટી સભાઓને સંબોધતાં પગે “ધરતી કાંપવા લાગી”.
કલા,કાર્ય,રસોઈ કે ચોરી-દારી કોઈ પણ કામ માટે એ વિષયની સંપૂર્ણ જાણકારી જ સફળતા અપાવી શકે!
પેપર લખતી વખતે હું પણ ચોરી કરતી,નાની-નાની કાપલીઓમાં “પોઈન્ટસ”લખી લાંબી બાંયના શર્ટમાં મૂકી,ઘડીકરી દેતી સફળતાથી કોપી કરી લેતી અહીં હંમેશાં પોઈન્ટ્સનો વિસ્તાર કેમ કરવો તે તે વિષયની જાણકારી હતી જ, હંમેશાં “સારા વિદ્યાર્થી” તરીકે શિક્ષકની ચાહના મેળવતી.
તમને બધું જ આવડે છે,બધું જ જાણો છો,”માહિર” છો,એવું presentation કરતાં આવડવું જ જોઈએ.
’સેલ્સમેનશીપ”બઝાર જઈએ અને જ્યાં ઠાવકાઈથી અને હુશિયારીથી સરસ રીતે સમજાવે ત્યાં ખરીદી ન કરવી હોય,તોપણ અચૂક ખરીદી કરી લઈએ,તે હકીકત છે.
“એ વડીયું તો મેં તડીયું”.
“
અમે તો બોયાંએ નઈ ને ચાયાંયે નઈ” એવી “તોતડી” કન્યાની વાર્તા છે.. જ્યારે જ્ઞાન ન હોય તો ચૂપ રહેવું, એ જ સારું છે.
આત્મવિશ્વાસ ન હોય અથવા ઘટે,ત્યારે panic attack,anxiety,palpitation,depression જેવારોગોનો સામનો કરવો જ પડે છે.જો શારીરિક,માનસિક,આધ્યાત્મિક અને સામાજિકરીતે તંદુરસ્ત રહેવું હોય,તો જે જાણતા હોઈએ,તે વિષેની સંર્વાંગ-સંપૂર્ણ માહિતી હોવી,બહુજ જરૂરી છે જ.એવી જાણકારી જ પોતાની જાતમાં આત્મવિશ્વાસ જગાવે છે.જાણકારી મેળવવા કાળીમજૂરી અને મહેનતના રસ્તે ચાલવું જ રહ્યું!
પોતાની જાત ઉપર વિશ્વાસ હોય તો આખી દુનિયા કાબુમાં લઈ શકાય.
દુનિયા ઉથલાવી શકાય!!!
આત્મવિશ્વાસ એ જીવન માટે અમૃત છે..