“જે દિલમાં તોફાણી હોય, તે યાદ અલગ હોય છે, તેને મિટાવી નથી શકાતી….! બાકી તો ઉધાર દેનારા પણ ખૂબ યાદ કરે ….!”———-(ઇસબ મલેક “અંગાર”) મનના માણિગરને છાતીએ છૂંદણે છૂંદાવતી..ગરવી ગોવાલણી કે રબારણોને તો જોઈ જ હશે. આજકાલ તો ફેશન છે..ખાસ ખભા ઉપર કે પછી એવી જગ્યાએ જ્યાં “લોકોની નજર attract થાય! અને વર્તમાનપત્રોમાં ખાસ એ “સમાચાર”બનાવી દેવામાં આવે છે,કે”અમુક”બહેને કે પછી તમુક ભાઈએ” એમના ‘નામ’ત્રોફાવ્યાં!!અને એજ નામ છ મહિના પછી મશીનથી દૂર પણ કરાવ્યાં! ત્રોફાવેલ છૂંદણાંના ફોટા!અને અંતે બે-ચાર મહિનામા ખબર પડે કે ભાઈ “એ તો છૂટાં પડી ગયાં”–બૂનને ભાઈ સાથે અને ભાઈને બેન સાથે ફાવ્યું નહીં!! કેટલો સમય બરબાદ થયો? હજારોની મિલકત બરબાદ થઈ! ‘બિચારાં’ત્રાજવાં ત્રોફાવ્યાં એનું શું??? આજકાલ તો ત્રોફવા માટેનાં મશીનો આવી ગયાં છે. પણ શરીર ઉપર એ “સોઈ વાગવાનું દર્દતો સહન કરવું જ પડે છે!” હા,એક જમાનો હતો..’કડવા લીંમડાનો રસ,ઘરનાં ઘીના કોડીયાં(દીવો)ની કાળી મેશ,એ ભેળવી પાંચ/છ જીણી સોઈ એકસાથે બાંધી,જેતે જગ્યા ઉપર રસ લઈ ટાંચવામાં આવે!! એ જમાનામાં antibiotic કે antiseptic દવાઓ પણ નહોતી! એ પીડા સહન કરતાં કરતાં તાવ પણ આવી જાતો. આવાં દુઃખ અને દર્દ પોતાના મનના માણિગરને પોતાનો પ્રેમ પ્રદર્શિત કરવા માટે સહન કરવામાં આવતાં. એ જમાનામાં આ ફેશન હતી,અને અત્યારે પણ ફેશન છે. પુરુષ અને સ્ત્રી બધા જ લોકો છૂંદણાં છૂંદાવતા.શરીર ઉપર”ચિતરડા-ભમરડા’ચિતરવા,વાળને જુદીજુદી રીતે સજાવવા,આંખોને આંજવી,આ બધી જ ફેશન એક પ્રકારની એવી રજૂઆત છે, જે સામી વ્યક્તિને આકર્ષવા માટે,લોભાવવા માટે અથવા ખુશ કરવા માટેના તરીકાઓ છે.આ તો બધી દેખિતી વાતો છે. પણ.. ખરેખર સત્યપ્રેમ,જેની”યાદ”માટે તો એવો ઊંડો હોય જે સાબિત કરવા કોઈ ટાણા-ટોચકાંની જરૂર નથી હોતી!! એતો આંખના એક એક આંસુમાં હૃદય ધડકતું/ધબકતું દેખાય.શ્વાસેશ્વાસે એક એનું જ સુમિરન થાય.એવા પ્રેમની સાબિતીઓ ન હોય.એ તો ઝેરના પ્યાલા પણ અમૃત જાણીને ગટગટાવી જાય!.એ યાદ હૃદયમાં ખૂપી જાય છે જેનાપાસે છે,એને બસ સંભાળીને રાખો એ “યાદો” ક્યારેક ગઝલ,ક્યારેક કવિતા,ક્યારેક આંસુ તો હંમેશાં હૃદયમાં ધબકાર બનીને વહે!! ધારોકે એના મૃતદેહમાંથી વાજિંત્ર બનાવવામાં આવે તો પણ એજ ધૂન સંભળાય.”પ્રેમ”ની યાદની. જેના પાસે છે એને બસ સંભાળીને રાખો!!! એ શરીરના તબલાં બનાવો,.એજ સુમધુર યાદોના તાલ દેશે.સિતાર બનાવો એજ સૂર છેડશે.વાંસળીમાંથી પણ એક જ અવાજ આવશે..જે એવી તો હૃદયમાં અંકાઈ ગયેલી યાદો હોય છે.. કે એ પાટણના પટોળાંની રંગીન ભાત જેવી હોય છે.. ” પડી પટોળે ભાત.. ફાટે પણ ફિટે નહિ”
“પડી પટોળે ભાતફાટે પણ ફીટે નહિ”
