“લગામ વગરનો ઘોડો?!!

“બ્રેક વગરનું વાહન , અને…, સંસ્કાર વગરનું જીવન, બન્ને સરખા છે”. (ઇસબ મલેક “અંગાર”) જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ, જેવું અન્ન તેવો ઓડકાર! આજકાલ વોટ્સેપમાં એક મેસેજ ફરતો હતો”કૉરોના”ની મોટામાં મોટી કોઈ દવા છે તો તે”મૂળી,” અને અત્યારે તો,મૂળાની સીઝન છે.જેટલા થાય તેટલા ભરપેટ-મૂળા- ખાવ.વગર વિચાર્યે આંધળી દોટ!સાચું છે કે ખોટું?જે હોય તે.”ગાડરીયા પ્રવાહની જેમ એક જાય છે ને?તો આપણે પણ એજ દિશામાં ભાગો! કેટલીકવાર તો આંખે પડળ આવેલાં હોય. પંચતંત્રના સિંહ અને લુચ્ચા શિયાળની વાર્તામાં,શિયાળે કૂવામાં સિહનું પ્રતિબિંબ બતાવી,”તારો હરીફ છે”,એવું સમજાવી!સિંહને કૂવામાં ફેંકી દીધો.(સિંહનું કેટલું અવિચારી પગલું હતું એ!!)બળદ,ઘોડા,કૂતરા અન્ય પશુઓને સમય અને સ્થાન-સૂચકતા નથી હોતી! એટલે એમણે “લાકડીનો માર ખાવો પડે,તે હકીકત છે. પંચેન્દ્રીય એવી વસ્તુ છે,જેને માણવા માટે જ માણસે જન્મ લીધો છે.જોવું,સાંભળવું,ચાખવું,સૂંઘવું,આ બધા જ “અનુભવ,”આપણે આપણી ઈચ્છાપ્રમાણે, આપણને ગમે એવી રીતે માણીએ છીએ. આપણે અણુ-પરમાણુના રૂપમાં,તત્વ રૂપે વિહરતા હતા. ના રૂપ કે ના રંગ! પણ વિજ્ઞાને સાબિત કર્યું કે,’સફેદરંગ’ સાત રંગોનો બનેલો છે! જાંબલી,નીલો,વાદળી,લીલો,પીળો,નારંગી,રાતો.આ સાત રંગોમાં આપણા અણુ-પરમાણુ એવા તો સમાયેલા છે કે આપણો કયો રંગ? તે આપણને ખબર નથી! આપણે જે જોઈએ છીએ,જ્યાં રહીએ છીએ,જેમની સંગત કરીએ છીએ એવા જ આપણે બનીએ છીએ. જેવી જમીન એવી ઉપજ.કાદવમાંથી કમળ પેદા થાય,પણ કમળે કાદવથી હંમેશાં અલગ રહેવું જ પડે, નહિતો કાદવના સંપર્કથી પાંદડાં સડી જાય. કારીગરનો દિકરો કારીગર જ બને. ( હવે થોડો સમય બદલાયો છે.) ઑફિસમાં જ્યારે સાહેબ ન હોય,ત્યારે બધા જ કામદારો કેટલા ફ્રી હોય છે? એ લોકો ધારે તે રીતે ઊભા થાય વાતો કરે,કામ કરે કામ કરતાં કરતાં મસ્તી કરે મઝાક કરે! અને પછી દિવસના અંતે થાય કે,”અરે આ કામ પૂરું ન થયું”,આવતી કાલે સાહેબને શું જવાબ આપીશું? ઘરની અંદર બાળકો સાથે પણ આવું થતું હોય છે, એમના ઉપર નજર ન રાખવામાં આવે,તો એ બાળકો આડા રસ્તે જતાં વાર નથી લાગતી. ઘોડા ઉપર લગામ ન હોય તો,તે ગમે તે દિશામાં ભાગે!!વસ્તી વધતી ગઈ,તેમ બીજાં જનાવર ખાવાની પ્રથા વધતી ગઈ,અને પશુઓના “આર્તનાદ”પેદા થતાં, વાઈરસ નીકળે.તે જુદાજુદા રોગોમાં પરિણમે છે,(એવું વિજ્ઞાને સાબિત કર્યું છે) કુદરત એને(આર્તનાદને).. બચાવવા કોશીશ કરે છે.ઇબોલા,સાર્સ,મેડકાઉસિંડ્રોમ, બર્ડફ્લુ..એઈડ્સ આવા રોગોનો ફેલાવો,સાબિતી આપે છે કે,આપણી આડેધડ જીવન-પ્રક્રિયાઓ,માત્ર ખાવા-પીવાનું જ નહિ,પણ નીતિબદ્ધ જીવનના બદલે -બેફામ વૃત્તિ-અનીતિ,સામે કુદરત આપણું કરેલું જ આપણને પાછું આપે છે “લાડીલપ્પા”ની જેમ.(rebaunce)થાય છે. એટલે જ હિન્દુધર્મમાં ગર્ભાધાનથી માંડીને અંતિમસંસ્કાર સુધી“સોળ સંસ્કાર”રૂપે નીતિ-નિયમ ઘડવામાં આવ્યા.”ચાર આશ્રમોની વ્યવસ્થા” કરવામાં આવી.વર્ણ વ્યવસ્થા કરવામાં આવી જેથી સમાજમાં જે જેનું કામ છે, તે તે સમયે, વ્યવસ્થિતરીતે થતું રહે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: