સાંભળો!!
તમને સંભળાયું !
તમને સંભળાવું?
તમને સંભળાય નહિ
તો હું શું કરું?
કાનના કમાડ ખોલો,
દિલના દ્વાર ખોલો,
મનના મરમને માણો!
જે છે તે!
સાંભળું જ છું.
સંભળાવું છું.
હા! આવકાર છું
આવકારું છું.
મંદિરમાં ઘંટારવ છું.
દરિયાનો ઘુઘવાટ છું.
પવનનો સૂસવાટ છુ.
મનનો થડકાર છું!
બંગડીનો રણકાર છું.
જાંજરીનો ઝણકાર છું.
ૐ છું!
અસ્તિત્વમાં આકાર છું
નીરવમાં નિરાકાર છું.
સાંભળો!!
તમને સંભળાયું?
તમને સંભળાવું.
આહ્લાદક એક નાદ છું.