“ટકે શેર ભાજી ટકે શેર ખાજા…
ના માહોલમાં સત્વને ના ટકરાવ,
જ્યાં તારા અસ્તિત્વનું વજન
હોયત્યાં વ્યક્તિત્વની
જ્યોત પ્રગટાવ.”
——– ઇસબ મલેક “અંગાર”
નાનકડા ગામમાં, દર અઠવાડિયે,અમુક નક્કી વારે બઝાર ભરાય.ત્યાં પશુ-પક્ષીથી માંડીને જીવન જરૂરિયાતની,દરેક વસ્તુઓ મળે,પણ એ સારી જ હોય એ કહેવું શક્ય નથીં.સસ્તી જરૂર હોય.આપણી પ્રતિભા પણ સારી અથવા સસ્તી હોવી જોઈએ.આપણે જ નક્કી કરવાનું છે
मत्स्यभोगी बगलो मुक्ताफळ देखी चंचु ना भरे।
सिंह केरुं दूध सिंह सुतने झरे।
આપણા બનાવી કાઢેલા “કૃત્રિમ ઉપગ્રહો”વિશે વાત કરીએ તો,
થોડા વખત માટે આપણી કક્ષાથી બહાર ભમી શકાય,પણ પછી એવાતો ખંગોળાઈ જાય કે ક્યાં,કોનું અસ્તિત્વ ક્યાં છે?તે જ ખબર ન પડે!
વસ્તુ-વ્યક્તિ, પ્રાણી કે પશુને “વાતાવરણની”કેટલી બધી અસર થતી હોય છે?
પોતાની શેરીથી બહારનું કૂતરું પોતાના જમેલામાં આવી જાય,તો શેરીના કૂતરાંઓ બહારના કૂતરાંની શું વલે કરી નાખે?!
“એ તો એવાંજ”.. કેટલાક લોકો એવા હોય છે જે
ખાસ વ્યક્તિત્વને મારવા માટે જ તૈયાર હોય.ગમે તેટલી હુશિયાર વ્યક્તિ હોય પણ ઇર્ષ્યાળુ લોકો જે/તે વ્યક્તિને કોઈ પણ રીતે પછાડવા કોશીશ કરે! કરતા રહે!! ત્યારે..એક જ મંત્ર યાદ રાખવો જરૂરી છે, “खुदी को कर बुलंद इतना, कि हर तकदीर से पहले
खुदा बंदेसे खुद पूछे
बता तेरी रज़ा क्या है?? “ના તને ન આવડે.
હાવ ડોબું છો.
તારામાં ત્રેવડ નથી. કોઈ દિ’ કર્યું નથી હવે
શું કરવાની”??
અરે! મિઠાઈ વહુએ બનાવી હોય પણ સાસુજી ખુલ્લેઆમ ખોટું બોલે કે “આ મિઠાઈ તો મેં બનાવી છે”! સાસુજીની એવી તો દાદાગીરી ચાલે,કે વહુ “મિયાંજીની મિંદડી”બની જાય!!.
પોતાની પ્રતિભા,પોતાની પ્રકૃતિને પોતે જ ઓળખીએ તો કેટલું સારું?!
બીજાએ કહ્યુ કે “તમે ચોર છો” એટલે શું તમે
ચોર બની જાવાના?
આ તો પેલા બકરી લઈને જાતા,પુરુષને ચોરોએ એવો બનાવ્યો, એવું મગજમાં ઠસાવ્યું, કે એણે આત્મવિશ્વાસ ઘુમાવી દીધો અને સ્વીકારી લીધું કે”આ બકરી નથી જ”, અને એ બકરીને ત્યાંને ત્યાં મૂકીને ભાગી ગયો.
એક વાર્તા કરું, એક બહેન હતાં.પતિ કશુ કમાતા નહોતા,બહુજ બિમાર રહેતા હતા. બહેન પારકાં કામ કરીને નિર્વાહ ચલાવતાં હતાં. એક દિકરો હજુ નવમા ધોરણમાં ભણતો હતો.
ઘરમાં ખાવાના ધાંધીયાં હતાં.એક દિવસ કંટાળીને બહેને પોતાની પોટલી ઘરના ખૂણા માંથી કાઢી જેમાં,બે/ચાર કપડાં (શાદીનો જોડો)અને એક નાનકડું પર્સ હતાં.એમાં નાનકડી હીરાની વીટી હતી,જે એને એની સાસુજીએ “યાદગિરી”રૂપે આપી હતી!જે..સાસુના સાસુજીએ એમને‘સંભારણા’રૂપ આપી હતી.
એ “યાદ” માટે જ એ વીંટી પર્સમાં સાચવી હતી.પર્સમાં એ બધું,એ બહુ જ જતનથી સાચવતી હતી! પણ આજે પતિને અને દિકરાને ભૂખથી ટળવળતા જોઈ,એનાથી ન રહેવાયું.
આજે ભૂખથી ટળવળતા પતિ અને દિકરાને જોઈ,એનું મન ચળ્યું.આ નાનકડી વીટીના કેટલા રૂપિયા આવશે? ““જે આવે તે” કાઢી નાખુ. બહુબહુ તો બેહજાર રૂપિયા આવશે!એમાંથી મારું,એક મહિનો ઘર ચાલ્યું જાશે.
એ તો ગઈ સોનારે,વીટી જોઈને સોનીએ કહ્યું:”બાઈ! આ શું કામ વ્હેચવી છે?(સોની બહુ જ સારો માણસ હતો.)
બાઈ બોલી “આ ધાતુના ખોખડાને હુ શુ કરુ? જે થતા હોય તે આપી દે. ઘરે બધા ભૂખે મરે છે”
સોનીને વીંટીમાંના “હીરા”ની”કિમ્મત સમજાઈ.આ બહેન તો અડબૂધ હતાં,એમને હીરા એટલે શું? એપણ ખબર નહોતી. ત્યારે સોનીએ વીંટીની કિંમત બે કરોડ રૂપિયા આંકી!
ફેસબુક ઉપર લખતી વખતેકે વાંચતી વખતે વિચાર આવે ક્યાક,”ગોળ અને ખોળ”સરખાં હોય છે ….”કખગઘ”પણ ન આવડતા હોય,બિલકુલ ‘નકલીયા’ હોય એવા લોકો પોતાની જાતને, ગોવર્ધનત્રિપાઠી,વાલ્મિકી,મહર્ષિ વ્યાસ,સાહિલ લુધિયાનવી કે આબિદ સુરતી..સમજે ત્યારે દૃષ્ટાભાવ કેળવીએ એમની સાથે હરીફાઈ કરવાના બદલે એ લોકોને ખરેખર સાહિત્યકાર,સાહિત્યવિદ્ બનવા માટેની મદદ કરીએ,”ગુજરાતી”નું ગૌરવ વધારીએ.
ત્યારે મનમાંથી થશે .. “ખુદના અસ્તિત્વની જ્યોતને ખરેખર તેજસ્વી” બનાવી છે.
“જ્યોત વ્યક્તિત્વની”
