“દુઆ”તૂટેલાં દિલની.————–

“માન્યતાઓના જંગલમાં, વાત એવી વહે છે, કે તૂટેલ તારા જોવાથી દુઆઓ મળે છે, તો પછી વિચાર તો કર “અંગાર”, કેવી જોરદાર દુઆઓ હશે, તૂટેલ દિલને હસતું કરવું, કે જેની આંખોમાં આંસુઓની ધાર વહે છે.”————(ઇસબ મલેક ‘અંગાર”)

તૂટેલ દિલ એટલે શું? હાર્ટએટેક આવ્યા પછીનું દિલ? કોઈએ “દિલ” જોયું છે? ડોકટર તો કહેતા હોય છે, “आपका दिल खराब है!!! ऑपरेशन के समय आपके दिल को पांचमिनिट आपके शरीर के बाहर रखना पडा!” જો દિલને શરીરની બહાર રાખી શકાતું હોય તો,એના અંદર રહેલી ભાવનાઓ-દુઆ,કદુઆ,ગુસ્સો,આનંદ, ઈર્ષ્યા,કામ,ક્રોધ.. ક્યાં રહેતા હશે? એ પણ જોઈ શકાતા હશે ને?’દિલ’દેખાતું નથી,પણ એને સાચવવું તો બહુજ પડે છે! એને સાચવવા માટે “મોર્નિંગ વૉક “,”પ્રાણાયામ”,”એક્સરસાઇઝ” શાંત અને સૌમ્ય વિચાર ધારા”પોલ્યુશનથી દૂર રહેવું , વગેરે વગેરે..આ તો બધું પોતાની જાતને,પોતાના દિલને સાચવવા માટે,બીજા લોકોને પણ દિલ હોય છે.!!આ બીજા લોકોના દિલને પણ જોવું પડે છે, સમજવું પડ છે.! દુઃખ,દિલમાં જ થતું હોય છે.પણ દુઃખ/દર્દની જગ્યાઓ જુદી જુદી હોય છે.કાંટો પગમાં વાગે પણ..રાડ તો મોઢે થી જ નીકળે.મચ્છર ગાલ ઉપર કરડે પણ થાપટ તો હાથ જ મારે! એટલે “દર્દ” શામાટે છે,કેટલું છે?કેવું છે? તે ખબર પડતી નથી.!!એક દોઢ મહિનાનું બાળક,માને જોઈને ચિચિયારીઓ પાડે! પાંચ/છ વર્ષનું બાળક શાળાએ ન જવા માટે “પેટમાં દુઃખવાનું બહાનું” કાઢે! કિશોરાવસ્થામાં અગમ/નિગમની કલ્પનાઓમાં રાચે!જુવાની ફૂટે એટલે ફિલ્મી ગીતો.. दिल दीया है,, जहां भी देंगे,, આ”દિલ” ઉપર જ આખી દુનિયા નભે છે.સમયની અસર દિલ ઉપર બહુજ થતી હોય છે,ગરીબી-તવંગર, બાળપણ-જુવાની-બુઢાપો,માન-અપમાન!!આ બધાની,દિલ ઉપર એવી અસર થાય કે,કે ધડકન ઉપર દરેક પરિસ્થિતિની અસર થાય! મને આ નથી મળતું,નથી મળ્યું,ભૂખ-તરસ,આનંદ-પ્રમોદ,નાન-મોટાઈ,સુખ-દુઃખ અને એ ભાવનાઓ પૂરી ન થવાથી અસંતોષ પેદા થાય. ડીપ્રેશન આવે, ઝઘડા આપઘાત થાય.. વગેરે વગેરે. ક્યારેક ખૂબજ ભૂખ લાગી હોય,અને ખાવાનું મળે,તો જે સંતોષ થાય તે અનેરો જ હોય.એટલે તો કહેવાય છે કે “ભૂખ ન જુએ સૂકો ભાત”..આપણી ખાવાની ભૂખની જેમ, આશા,આકાંક્ષાઓ અને ઈચ્છાઓ બદલાતી જાયછે, વધતી જાય છે!આ ઈચ્છાઓ આપણા દિલ પર જ આધારિત હોય છે!ઈચ્છાઓ તો દિવસા-દિવસ મોટી થતી જાય છે! મન (દિલ)તો આવડુંને એવડું જ રહે છે.. એક સાઈઠ વર્ષના માસી પોતાની જાતને વાળ રંગી, ચાલીસના છે.એવું સાબિત કરવા કોશીશ કરતાં હોય મને કોઇ કહે કે “આંટી તમે તો 45 ના જ લાગો છો!તો હું એને મારા ઘેરે બોલાવી શ્રીખંડ-પુરીનું જમણ દિલથી જમાડું,એવી ખુશ થઈ જાઉં! એટલે..મારું મન હજુ ત્યાં નું ત્યાં પિસ્તાળીસ ઉપર જ ભટકે છે. મન મોટું ય નથી થાતું,મન નાનું ય નથી થાતું!! ખુશી,આનંદ,સુખ,સંતોષ.એવી ભાવના છે જે બીજાને આપશું તો એ “આપવા નો આનંદ.બમણો,બેહજાર ઘણો કે..અઢળક.. અવશ્ય પાછો મળશે જ. ‘દિલ’દેખાતું નથી,પણ એને સાચવવું તો બહુજ પડે છે! સમયની અસર દિલ ઉપર બહુજ થતી હોય છે,ગરીબી-તવંગર, બાળપણ-જુવાની-બુઢાપો,માન-અપમાન!! સાબિત કરવા કોશીશ કરતાં હોય. પણ ખુશી આનંદ સુખ સંતોષ. એવી ભાવના છે જે બીજા ને આપશું તો એ “આપવા નો આનંદ ” છે તે બમણો,બેહજાર ઘણો કે.. અઢળક..પાછો અવશ્ય મળશે જ. મુક્તિદા કુમાર ઓઝા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: