“માણસ સારો છે કે , ખરાબનું મૂલ્યાંકન, એના ગુણ અવગુણ કરતા, તેને જોનારના નજરીયા ઉપર આધાર રાખે છે.” ઇસબ મલેક “અંગાર”———જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહિ ભાસે!!આપણે એવા છીએ ને કે આપણને જે ગમતું હોય તે જ સ્વીકારીએ. એક દિવસ આખો પોતાની જાતનું નિરીક્ષણ કરવાનું,’જે નથી ગમતું એ જોવાનું’તો ઘેર ગયું, એ “નથી ગમતું” એનો વિચાર પણ નહિ કરીએ!!!કેટલીક વાર કોઈ વ્યકિત એવી ગમે કે એની હાજરી માત્ર ખુશખુશાલ કરી દે!! અને ક્યારેક એવું બને કે,જેવો “વ્યકિત” દેખા દે એટલે મન પોકારી ઊઠે “હે ભગવાન! આ ક્યાં આવ્યો?!”આ જે ભાવ છે તે આપણે જ નક્કી કરીએ છીએ.કે પોતાને શું ગમાડવું?! જમતી વખતે,થાળીમાં પાંચ-પકવાન પ્રસાદે હોય, પણ આપણે તો પહેલા એજ વસ્તુને હાથ લગાડીશું જે આપણને ભાવે છે! એ ખાવાનુ આપણા પાચન માટે કેટલું વ્યાજબી છે? એ પણ વિચાર નહિ કરીએ!!માણસના વ્યકિતત્વનું પણ એવું જ છે! એક વખત નક્કી કરી લીધું કે, ‘નાનજીભાઈ ‘નકામા છે! તો પછી એ છાપ એવી છપાઈ જાય છે, કે ‘નાનજીભાઈ’ ગમે તેટલા સારા હોય,આપણી જાત એને ‘સારા’ તરીકે સ્વીકારશે જ નહિ.કહેવાય છે ને કે ‘કમળો હોય તે પીળું દેખે’! આપણે શું જોવું? કેવું જોવું? કેવીરીતે જોવું? એ આપણા મનની વાત છે.. મેરી મરજી…
મુક્તિદા કુમાર ઓઝા