ધનથી માટીનો ઘડો ખરીદાય પણ એમાં ભરવા સદગુણોના ખરીદાય. -કે.કે. રોહિત.‐—————
એક ‘શેખચલ્લી’ની વાર્તા છે. બિચારો બહુ ગરીબ! એ સપનામાંરાચે.મારા પાસે પૈસા આવશે તો… બસ હું “દુનિયા ખરીદી લઈશ”.અને એના સપનામાં જ એ લોટ ભરેલા ઘડાને લાત મારે છે. ઘડો તૂટી જાય છે! ઘડામાં ભરેલ લોટ વેરણ-છેરણ થઈ જાય છે!સપનુ ચક્નાચૂર થઈ જાય છે. સદગુણોની વાત કરવી સહેલી છે,પણ અમલમાં મૂકવી બહુજ અઘરી છે.આપણો સમાજ,આપણા સદગુણો રૂપી સપનાને સાકાર થવા નહિ દે! સોક્રેટિસ,ઈશુખ્સ્ત,ગેલિલિયો, ઈતિહાસમાં એટલાં બધાં ઉદાહરણ છે! તેમને જીવતાજિવત્ તે સમયના સમાજે શું આપ્યું? જે ગુણીયલ છે એમણે શારીરિક,માનસિક કે આર્થિક “માર” ખાવો જ પડ્યો છે!(પણ ગુણોને સાચવવા-આધ્યાત્મિક થવું પડે છે). ‘ષડ્-રીપુ’થી ખદબદતા આપણે “ભૌતિકતાના બંગલામાં રહીએ છીએ! ભૌતિકતાના માહોલથી આપણે એવાતો અંજાયેલા છીએ કે આપણને સાચીવાત,દેખા દેતી નથી.આપણે બાહરી આડંબરથી અંજાઈ જઈએ છીએ. એક ડાકુ પોતાની bmwમાં બહેનપણી સાથે બહાર નીકળ્યો હશે,તો ગામ આખું,એને જોવા ઊમટશે! પણ..ગામના કોઈ ખૂણામાં, વડનાં ઝાડ નીચે “સાધના કરતો કોઈ વ્યકિત”..ગામલોકોને મન માત્ર “નાગોબાવો”! એને જોવા કોઈને “કુતૂહલ”નહિ હોય,સિવાય કે એ ‘નિર્વસ્ત્ર’ છે એટલું જ!! એ પણ “જોયું-નજોયા સમાન” કરીને લોકો ચાલતી પકડે. ‘બકરી પલ્લી ખાય’ તેમ “સ્તોત્ર”મૌખિક થઈ જાય!પણ એના.ભાવાર્થ-ગૂઢાર્થ જિંદગીમાં ઉતારવા માટેતો ‘શ્રીકૃષ્ણ’ના નામે ઘેલી મીરાંબાઈ, ”વિઠ્ઠલવિઠ્લા”જપતી શકુબાઈ,પચાસ વખત થૂંકે તો એકાવનમી વખત શાંતિથી ઘાટ ઉપર સ્નાન કરી લેતા સંત, થવુ પડે.. वो तो अंदरकी बात है। પૈસા આપીને ડિગ્રીઓ ખરીદી શકાય!પણ સદગુણ તો.? સદગુણનાબઝાર “દુકાન ” હોય તો મને કહેજો !કેટલા રૂપિયા કિલો મળે છે? તે કહેજો જરા ..મારે પણ “શોપીંગ” કરવુ છે. મુક્તિદા કુમાર ઓઝા