“કપરા સમયમાં,
સૌથી અધિક મહત્વની…બાબત,
હિંમત રાખવી.”
( ઇસબ મલેક “અંગાર”)
——————-
કિનારે પહોંચવા સાગરના મોઢે પણ ફીણ આવી જાય છે!!
“આગળ પાણી મોકડા”…!(?)
જૈનોમાં કેટલાક લોકો “સંથારો” કરે.. સંથારો નામનુ વ્રત બહુજ કઠીન છે.જીવનની છેલ્લી ઘડી આવી જાય તો પણ પાણી ન પીવાય! એવું આકરું તપ છે.!ત્યારે અંતિમ તબક્કે ભાન ભૂલેલો જીવ પાણી માગે! તો પણ એ જીવની ઉદ્ગતિ માટે “પાણી ન અપાય” અને કહેવાય છે કે એ જીવ જ્યા જશે ત્યા.. સ્વર્ગ-“ખૂબપાણી”-વૈભવ હશે જ.(આવું વ્રત કરતા લોકો વિશે મને “અહોભાવ” છે.)
એ વ્રત કરવાનુ તો “મારા” જેવાનુ તો કામ જ નહિ. મને તો.. દર કલાકે ખાવાનુ જોવે.અને એ પણ વેરાઇટી.!! ચવાણું ને ચટાકા વગર તો ચાલે જ નહિ.
ત્યારે,માત્ર ‘સંથારો’ કરવાવાળા ભાવિકજનની માનસિક હિમ્મતને ‘દાદ’દેવી જ પડે ને??
કહેવાય છે ને કે “હિમ્મતે મર્દા તો મદદે ખુદા”.
કાર્યની સફળતા જોઈતી હોયતો હિમ્મત તો રાખવી જ પડે અને એ કરતાં કરતાં “મોઢે ફીણ”આવી જાય તો પણ રુકાવટ ન આવવી જોઈએ.
હિમ્મત અને ભય,બે પિત્રાઈ ભાઈઓ છે. અત્યારના સમયે આ વોટ્સેપ મને બહુજ ગમ્યો..
*Breaking News *
Due to extreme scarcity of doctors it has been decided that the government shall identify any and all knowledgeable Covid experts from any WhatsApp group where such knowledgable people who have been forwarding Covid remedies and solutions with passion and sincerity since last many months – and using its emergency powers shall assign such people at identified Covid wards and hospitals across the country without any choice, option or reason – this decision has been taken based on continuous request made by members of such WhatsApp group as received below 👇
*सरकार से निवेदन है की करोना के इलाज के लिये अगर डॉक्टर कम पड़ रहे हों, तो WhatsApp ग्रुप्स से ले जाओ !!!!!!!!!! एक से एक करोना स्पेशलिस्ट भरे पड़े हैं !
એવા લોકો,જે માત્ર ભય જ પેદા કરે!!!
હૉસ્પિટલ જાય..અને પેશન્ટ સામે “માનસિક હિમ્મત” આપવાના બદલે “રડવા બેસે” અર..ર..ર! તને તો કેન્સર છે! ને તું તો મરી જઈશ. “એટલે પેલો પેશન્ટ ના મરતો હોય તો પણ ભય ના કારણે મરી જાય😂😂😂
અત્યારે કૉરોનાનુ પણ એવુ જ થયુ છે વાયરસ તો ફેલાતો ફેલાય છે જ!!!…પણ… માણસજાતિને “ભય” વધારે ખતમ કરે છે.
“અમને સારુ થવાનુ જ છે ” એવી એક માનસિક હિમ્મત જ જરૂરીછે.
એટલે બેદરકાર બની જીવન જીવવું એકરતાં,સંથારો કે સંત,જેવુ સાત્વિક જીવન જીવવાની હિમ્મત રાખવી જોઈએ.
અફવાઓ અને કાનાફૂસી દૂર રહી હિમ્મત થઈ આનંદિત જીવન જીવીએ.
મુક્તિદા કુમાર ઓઝા