.” ये तूफान भी चला जाएगा,
उम्मीद सपने सजाए रखना,
हिम्मत ना हारना दोस्त,
दीप विश्वास का जलाए रखना.”
…………. (इसब मलेक “अंगार”)
આજના માહોલમાં સમગ્ર સમાજમાં એક હતાશા , ભય છવાય ગયો છે, તેને કારણે જેઓ બીમાર નથી તેઓ પણ માનસિક રીતે અપસેટ થઈ રહ્યા છે.પરિણામે નકારાત્મક વિચારો વધી રહ્યા છે, કોઈ એકાદ ખરાબ બનાવને ચગાવી ચગાવી ને ફેલાવવામાં આવે છે, પણ ખરેખર તો આજે આપણી આજુ બાજુ ઘણી બધી સારી પ્રવૃતિઓ પણ થઈ રહી છે,
અને એ જોવાની મજા આવે છે.
ઉદાહરણ તરીકે કોઈ એકાદ ડોકટરની ભૂલ ને ચગાવવા કરતા, જેઓ પોતાની જિંદગી ની પરવાહ કર્યા શિવાય દર્દીઓની અવિરત સેવા કરી રહ્યા છે….,
એને જોવુ ગમે છે…!
કોઈ એકાદ પોલીસ ના ગેર વર્તનને બદલે, સમગ્ર દેશમાં સતત પોતાની ડ્યુટી બજાવી રહેલ અનેક પોલીસની કર્મ નિષ્ઠા જોવાની મજા આવે છે…!
સફાઈ કર્મચારીઓની ફરજ મહેનત જોવાની મજા આવે છે…!
આપણી આજુ બાજુ ઘણી સેવાકીય પ્રવૃતિઓ ચાલે છે…..તેને બિરદાવવાનું ગમે છે….!
કાલે સવારે સોનાનો સૂરજ( સુખનો સૂરજ) ચોક્કસ ઊગશે.આપણે એકલા નથી જ.આપણે સચ્ચાઈથી,સ્વતંત્રતાથી સરળતાથી સાત્વિકતાના રસ્તે જિંદગીની વાસ્તવિકતાઓના માહોલને માણવાનો છે.
અંતમાં ….કરસનદાસ માણેકની એક પંક્તિ…,
” નથી ગમતું ઘણું,
પણ કૈક તો એવું ગમે છે…..,
બસ, એને કારણે …,
આ ધરતી પર રહેવું ગમે છે.”
—– મુક્તિદા કુમાર ઓઝા