“બધા પોતાને
સમજુ જ લેખે છે,
સવાલ તેઓની
સમજણની વ્યાખ્યાનો છે.”
———–ઇસબ મલેક “અંગાર”
‐—————
આપણી આસપાસ આવનાર દરેક વ્યક્તિનું અવલોકન કરજો.
તમામ પોતાને સાચો, અને હોશિયાર બતાવે…!
સૌ પોતાને ધાર્મિક પણ લેખે..!
જો હકીકતમાં એવું હોય તો તો સમાજની મોટા ભાગની સમસ્યાઓ દૂર થઈ જાય…!
પણ હકીકતમાં તેના વિચારોના માપદંડ તેમની રીતે હોય.
હું જ્યારે પણ નવરી થાઉં એટલે ‘શવાસન’કરું.મારું શવાસન બહુજ ચાલે.
રિલેક્સ થઈને હું વિચારું,
“આજે સવારથી સાંજ સુધી મેં શું કર્યું?”
અને પછી તો, જેવો સમય,એ પ્રમાણે મારા ભૂતકાળને વાગોળતી જાઉં! તે ક્યારેક તો બાળપણ સુધીના પ્રસંગોના વિચારોમાં
એવી તો અટવાઈ જાઉં કે હું”અત્યાર”ને ભૂલી જ જાઉં! એ સમય મને એવો તો યાદ આવે કે હું રડું,હસું પણ ખરી, હું મનમાંથી ગુસ્સો કરું!!, કોઈ વિચારતો એવો આવી જાય કે..જેમના સાથે દુશ્મનાવટ છે એનું વેર કેમ વાળવું!
બસ…”હું” “હું…હું”!..
સામી વ્યક્તિએ”આવું?કરાતું હશે?!”..બીજાને જોઈને “આવું” બોલવા વાળા ઘણા જ જોયા હશે. “પગ તળે”પાણીનો રેલો પસાર થાય” ત્યારે ખબર પડે ભાઈ પાણી કેવું છે?પણ..
અહીં તો “મેં..મેં..મેં..મેં”!
નરસિંહ મહેતાએ ખૂબજ સરસ ગાયું છે..
“હું કરું,હું કરુ, એજ અજ્ઞાનતા સકટનો ભાર જ્યમ શ્વાન તાણે!!”
હા..”મારી સમજણ મને મુબારક!” જેણે સવારનો,ઊગતો સૂરજ જોયો જ ના હોય? એને સૂરજની લાલિમા, “શ્યામગુલાબી સૂરજની કલ્પના જ ક્યાંથી થાય?
એને તો એમ જ હોય કે “આંખ ઊંચી કરીને સૂરજને જોઈ જ ના શકાય!”
બસ,એવું જ છે! ‘ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે?’
કૂવાના દેડકાને પોતાની દુનિયા છે. બહાર દુનિયા બહુ મોટી છે!
એક “ઇન્ડિયન આઈડલ”ની હરિફાઈમાં, અમુક હરીફ(જે બહુજ સારા કલાકાર હતા,પણ ખૂબ ગરીબ હતા),હોટલના ગાદલાં ઉપર નાચવા લાગ્યા!!
અને એ લોકોને એવા ગાદલાં ઉપર ..આખી રાત નીંદર નહોતી આવતી! એટલે એ લોકો જમીન પર આળોટતા હતા!!પણ તેના જજીસે કહ્યું કે આ અદભુત છે..!
બસ! આપણા અનુભવ મુજબ આપણે સમજણનો ઉપયોગ કરીએ છીએ.
મુક્તિદા કુમાર ઓઝા
“હું કહું,એ જ સાચું”
