સંવેદના વગરની ડિગ્રીઓ
પણ શું કામની અંગાર,
આ જો ને ઉનાળો 42 ડિગ્રીએ ..
અને માણસોને કેટલો તપાવે છે..!
ઇસબ મલેક “અંગાર”
-------
એક રાજાએ પોતાના ચોકીદાર તરીકે,એક વાંદરો રાખ્યો..એક દિવસ શિકાર કરવા જતાં બપોર થયા, એટલે રાજાજી ઘટાટોપ ઝાડની નીચે આરામ કરવા સૂઈ ગયા.
ત્યારે એક માખી એમના ઉપર બણબણી હેરાન કરવા લાગી.. બિચારા વાંદરાભાઈ તો વિચારે.. હવે આ માખીનુ શું કરવું??તાળીઓ પાડી,આમતેમ જોયું,ત્યાં એની નઝર રાજાની ખુલ્લી તલવાર પર પડી!! બસ એતો ઉપાડીને એવો તો ઘા કર્યો કે માખી તો ક્યાં ઊડી ગઈ !! ખબર નહિ,પણ રાજાના માથાના છેદ ઊડી ગયા!!
હવે બોલો.?”વાંદરાને ચોકીદાર બનાવો તો શું હાલત થવાની?
આપણે ત્યાં વારસાગત “ધંધા”નો રિવાજ હતો. સુથારનો દિકરો સુથાર,અને લુહારનો દિકરો લુહાર.. કડિયાનો દિકરો કડિયો!!
બાળક નાનુ હોય ત્યારથી દરેક પ્રકારની ક્રિયા/પ્રતિક્રિયા જોયા કરતુ અને એના મગજમાં એ કામ બેસી જાતું! એટલે વર્ષો સુધી”કામ” શીખવા “કોલેજ “માં જાવાની જરૂર જ ન પડતી!! પણ હવે પરિવર્તન આવ્યું છે..લોકોને ડૉક્ટર, ઇન્જિનીયર,કે “મહાન” થવું છે.
બાપાઓને પણ દુનિયાને બતાવવું છે..! મારો દિકરો તો જુઓ”ફલાણી” યુનિવર્સિટીમાં ભણ્યો છે! મારો દિકરો તો બહુજ મહાન છે!!
આવું દુનિયાને બતાવવા માટે.. હવે બઝાર ઊભાં થયાં છે. બઝારમાં ભલેને રીંગણા સડેલાં કે જીવાત્ વાળાં મળે!!
ડોક્ટરના દિકરાને પોતાનું છોકરું ડોક્ટર જ બનાવવું હોય,પણ એવું બનવાની “હુશિયારી”પણ જોઈએને? કરોડો રૂપિયાની ડીગ્રી તો ખરીદાઈ જાય! પણ પછી કામમાં છબરડા!!!
અને એક્સિડંટ,ઑપરેશનમાં પેટમાં નેપ્કીન્, એકના બદલે બીજુ અંગ કપાઈ જાવુ વગેરે વગેરે..
મોટી કંપનીઓ અને ફેક્ટરીઓમાં અચાનક ભડાકા/ધડાકા અને આગ..
જાણકારીના અભાવને કારણે,બેદરકારીના કારણે થાતુ હોય છે.
આપણો સમાજ ભાવનાત્મકતાને ભૂલી ગયો છે.માત્ર દેખાવ-દંભ-ના દોઢિયા પાછળ દોડે છે.
પોતાના -વારસાગત-કામ માટે કોઈને ગૌરવ રહ્યું નથી.
“મેં તો જાણ્યું કે ઘઘો થાહે ગવંડર.
પણ ગોફણ પાણી હૂંતી જાય રે!!
ઉનાળો તો,42ડિગ્રીએ, કદાચ માણસોને તપાવે છે. એ કબૂલ પણ,વાતાવરણમાંથી વરાળના વાદળાં બનાવી , આખાં રુતુચક્રને સંભાળે છે.
તો એટલુ ચોક્કસ છે, કે સાચુ વિચારી, ભાવનાથી કાર્ય કરીશું, જે ડિગ્રી લઈએ, કામ કરીએ તે કોઈ ના સારા માટે, ભલા માટે કરીશું તો.. અવશ્ય वसुधैव कुटुम्बकम् નો દાખલો બેસાડી શકીશું.
મુક્તિદા કુમાર ઓઝા