અડીખમ વિશ્વાસ…
જો બેકાર નીકળે…,
શબ્દો નહિ..,
હદયથી ફટકાર નીકળે.
( ઇસબ મલેક “અંગાર”)
એક હતો અંગૂઠો, એ પણ માગી બેઠા દ્રોણ,
એકલવ્યનું કોણ, બોલો એકલવ્યનું કોણ ?
—કૃષ્ણ દવે
વિશ્વાસ !!!!? એવી વસ્તુ છેને. કે ‘દુનિયા’ઉથલાવી શકે.
મીરા બાઈ ઝેરનો પ્યાલો,કૃષ્ણ ઉપરના એવા અતૂટ વિશ્વાસથી પી ગયા, કે ઝેરનું અમૃત બની ગયુ.!!!
પોતાની એક આંગળીથી ગોવર્ધન પર્વત ઉઠાવનાર ..‘ગોવર્ધનધારી’એ ગામલોકોની કેવી રક્ષા કરી લીધી?
આપણા પુરાણો જોશું તો “વિશ્વાસ”ના કેટલા બધા પુરાવાઓ મળશે?!
હનુમાનજીને ખબર હતી.(વિશ્વાસ હતો) કે, એ એની એક પૂછડી પર, બાંધેલી આગથી, આખી લંકાને બાળીને ભસ્મ કરી શકશે!
લક્ષ્મણને જીતાડવા માટે ‘સંજીવની એ દરિયો ઓળંગીને અચૂક લઈ આવશે.!!!
બાણાવળી એકલવ્યને પોતા ઉપર એટલો વિશ્વાસ હતો કે, જે દિશામાં કૂતરો ભસે છે, એજ દિશામાં “હું”બાણ છોડીશ..તો કૂતરાના મોઢા સુધી બાણ જશે અને કૂતરાનું ભસવાનું બંધ થઈ જાશે, પણ કૂતરાનો વાળ પણ વાંકો નહિ થાય.!!!
એક વોટ્સેપ વીડીયો બહુજ વાયરલ થયો છે! જેમાં એક વ્યક્તિ નાના બાળકને હવામાં ઉછાળે છે,અને બાળક ખડખડાટ હસે છે!!!બાળકને સંપૂર્ણ વિશ્વાસ છે,કે એ જેના હાથમાં છે,ત્યાં સહીસલામત છે!!
આ આત્મવિશ્વાસ..પોતાનો જ છે.. વિશ્વાસતો એવી વસ્તુ છે, કે તે
ઈશ્વર, ગુરુ,મા-બાપ કોઈ પણ ઉપર હોઈ શકે.
આ “કૉરોનાના યુગમાં–વિશ્વાસ–‘ભગવાન’ ઉપર જ હોવો બહુજ જરૂરી છે. ગમે તેટલા ભયને ભગાડવાની તાકાત ભગવાન ઉપર વિશ્વાસ અને આત્મવિશ્વાસમાં છે.
વિશ્વાસતો એવો હોવો જોઈએ કે……
“મેરુ ડગે પણ જેના દલડાં ડગે નહિ પાનબાઈ.. ભલે રે ભાંગે બ્રહ્માંડજી…
છેલ્લે છેલ્લે…પેલી ફિલ્મી પંક્તિ..
ઇતની શક્તિ હમે દેના દાતા…
મનકા વિશ્વાસ કમ ના હો..
મુક્તિદા કુમાર ઓઝા