એક માન્યતા.., આપણે જ સર્વ શ્રેષ્ઠ ડાહ્યા ..!

(ડાહ્યાના પ્રકાર————– -” કોક કોક અધડાહ્યા, તો કોઈ નીકળે દોઢ ડાહ્યા, વળી ક્યાંક સળંગ ડાહ્યા, પણ સૌથી વહરા દુટીડાહ્યા, ઘરેઘર ખુદની જાત ડાહ્યા, અંગાર, સૌ પોત પોતાની રીતે ડાહ્યા જવલ્લે જ નીકળે કોક વાત ડાહ્યા..!” ઇસબ મલેક “અંગાર”) ———

હું એ…વી..’ડાહી છું!’ કે બીજા પણ”ડાહ્યા હોઈ શકે” એ મને સમજાતું નથી! બીજા પણ ડાહ્યા હોય એવું સમજવા માટે એક જન્મ તો શું સાત જન્મ પણ ઓછા પડે!? ઘણ્યા ઘણાય નહિ, વીણ્યા વીણાય

તોય મારી છાબડીમાંમાય.

“ડહાપણ”નું પણ એવું જ છે! કામા વ્હાલા છે!!! ભાઈ.. તમે કામ સારી રીતે કરો , ધ્યાનથી કરો..તો એ કાર્ય માટે તમે સૌ કોઈને વહાલા જ લાગો.ભલેને તમે “ગાંડા” હો! મતિ ભ્રમ હો! કામ છે, ત્યાં સુધી લોકો પૂછા કરશે. કામ પૂરું થઈ જાય પછી,”ભાઈ!”તું કોણ ને હું કોણ”??

લુચ્ચું શિયાળની વાર્તા આપણને સૌનેખ્યાલ છે. એવા સ્વાર્થી લોકો! વસ્તુ ખપાવવી હોય ત્યારે એવા તો વહાલા થાય!! “અરે હું તો તમારો ભાઈ જ છું”! અને હિસાબ કરવાની વાત આવે ત્યારે–‘દિયે છે કોડીનું દાન,લેખે છે મેરુસમાન!!!’અને..પાંચ હજાર રૂપિયાની વસ્તુ ઉપર સો રૂપિયા પણ ઓછા કરવા તૈયાર ન હોય!!

(આ વૉટ્સેપ મેસેજ મને બહુ ગમે છે. એટલે અહીં મોકલું છું). અર્જુને કૃષ્ણને કીધું,”હે કેશવ!મને મોહ, માયા, લોભ, ઈર્ષ્યા એવા બધા ખરાબ ભાવ વિશે સમજાવો.ત્યારે કૃષ્ણે કીધું, કેન્ડી ખાતી વખતે એક હથેળી કેન્ડીની નીચે રાખો છો ને એને કહેવાય *”મોહ”*એ કેન્ડી પુરી થઈ જાય તો પણ એની સળી ચાટતા રહો છો ને,એને કહેવાય *”લોભ”*અને સળી ફેંક્યા બાદ, સામેવાળાની કેન્ડી જોઈને વિચાર આવે કે આની કેમ હજી પુરી ના થઈ,એને કહેવાય *”ઈર્ષ્યા”*કેન્ડી ખાતા ખાતા કેન્ડી પીગળીને નીચે પડી જાય અને ખાલી સળી હાથમાં રેય ત્યારે મનમાં જે ભાવ આવે,એને કહેવાય *”ક્રોધ”*ઊંઘ પુરી થયા પછી પણ પથારીમાં 3 કલાક આળોટતા રહેવું,એને કહેવાય *”આળસ”*રેસ્ટોરન્ટમાં જમી લીધા પછી પણ મોઢું ભરીને મુખવાસ લઈએ છીએ,એને કહેવાય *”તુચ્છતા”*જે તાળું મારી ચાવી કાઢી લીધા પછી પણ તાળાને ખેંચતા રહેવું એને કહેવાય *”ભય”*પાણીપુરીવાળા ને ત્યાં 5 પુરી ખાઈને બીજી 5 કોરી પુરી ખાઈ લ્યો છો ને,એને કહેવાય *”શોષણ”*ફ્રુટી આખરી બુંદ સુધી પુરી થઈ ગયા પછી પણ એની સ્ટ્રોમાંથી હવા ખેંચે રાખો છો ને,એને કહેવાય *”ભ્રમ”*દ્રાક્ષ લેવા જાવ ત્યારે ભાવ પૂછવામાં જ 5-7 દ્રાક્ષ ખાઈ જાવ છો ને ઉપરથી મોંઘી છે કહીને નીકળી જાવ છો ને,એન કહેવાય *”અક્ષમ્ય અપરાધ”*પંગતમાં બેસીને જમતી વખતે,રબડી કે રસ વાળાને આવતા જોઈ ફટાફટ તમારો વાટકો ખાલી કરો છો ને,એને કહેવાય *”છલ”*આ ઉપરની આખી વાત વાંચીને જે હસવું આવે છે નેએને કહેવાય *”આત્મશાંતિ*”

આમાં ..”ડહાપણ” ક્યાં?હા.. તમને જે ગમે તે સ્વીકારો તે.જ ડહાપણ છે.પણ આ ડહાપણ પાછળ ઉપરના દરેક “ભાવ” માણસની “મનોવૃત્તિ” નક્કી કરે છે,કે તેણે “કયા પ્રકારના “ડાહ્યા”થવું? ‘લાલ-પીળો ને વાદળી’એ મૂળ રંગ કહેવાય! બાકીના બીજા બધા મેળવણીથી થાય.

મારે મારા માટે એક ચિત્ર બનાવવું છે,એમાં મારા મનગમતા રંગો જ હું પૂરીશ. એવુ જ છે.. “ડાહ્યા”નું. ગલીના નાકે બેઠેલો ગાંડો,કે ડિપ્રેશનમાં બડબડ કરતી કોઈ સ્ત્રી, કે પછી,, “છી” કરીને છી ચૂંથતું-છમહિનાનું બાળક પોતાની મજા માણે છે!અને એમાં જ એને “હું ડાહ્યો છું”એવું દેખાય છે!

મુક્તિદા કુમાર ઓઝા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: