“હદયની વાત ચાલે ત્યાં સુધી “માણસ”, બાકી તો હદય ચાલે ત્યાં સુધી જીવન.” ઇસબ મલેક ‘અંગાર”) —————
-એક દિવસ મારા પ્રેમીએ કહ્યું.”તારા માટે જ મારું હૃદય ધડકે છે!” વાહ વાહ, કેવી કાવ્યાત્મક રજુઆત ‘પ્રેમ’ની.
હા..love birds વિશે સાંભળ્યું છે ખરું કે, એક મરે એટલે બીજું મરી જાય.
આ હૃદયનો “ધબકાર” કેવો છે? કવિઓએ કવિતામાં બહુજ સરસ રીતે ગાયો છે.
પણ”યોગ”ના સાધકને પૂછશું તો એ કહેશે..માણસ જાત,જે ઈન્દ્રીયનો ઉપયોગ વધારેમાં વધારે કરે છે.તે જ ન્દ્રિય ઉપર ધ્યાન દેવાનું ભૂલી જાય છે.હૃદય એમાનુએક છે. હૃદયનુ ઘરની ગૃહિણીઓ જેવુ છે! સવારથી રાત,સતત ઘરનુ ધ્યાન રાખવુ, કામ કરવુ,પણ એના કામ, લોકોની નજરે ચડે એવાં નથી હોતાં! એટલે સ્ત્રીઓ (ઘરની ગૃહિણીઓ)ની કોઈ જ ગણતરી કરવામાં નથી આવતી!”એતો કરવાનુ જ હોયને”!!! હૃદયનું પણ એવું જ છે.એ તો બસ,માત્ર ‘ધબકાર’ જ રહે! એ થાકી જાય ત્યારે સમય વીતી ગયો હોય છે! શક્યછે કે ઉપરવાળાની ચિટ્ઠી નીકળી ચૂકી હોય છે! એટલે જ ‘યોગ’ કહે છે,”જીવનને જીવંત રાખવું હોય,તો હૃદયને પ્રાણાયામથી ધબકતું રાખો”!!આજનું વિજ્ઞાન કહે છે કસરત કરો,ધમની અને શીરાને એટલાં કાર્યરત રાખો કે રક્તની સાથે ઑક્સિજન પ્રવાહ પણ એટલો અસ્ખલિત વહે કે, ‘જીવનબાગ’ હર્યોભર્યો રહે!! આ તો ધડકતા હૃદયના સંમાર્જનની વાત થઈ! પણ એજ હૃદય એવુ દોડ્યા કરે છે,અને આપણને દેખાતું પણ નથી, સાચા/ખોટા વિચારો કર્યા જ કરે છે! ક્યાંથી ક્યાં પહોંચ્યું હોય એની કલ્પના પણ ના થઈ શકે! આ હૃદય થકી જ માણસ પોતાનુ “ધાર્યું “કરતો હોય છે. હૃદય કહે.. ચોરી કરવી છે તો ચોરી કરે.હૃદય કોઈને કારણ વગર ધિક્કારે તો ધિક્કારે.હૃદયને સાધુ થાવું હોય તો સાધુ થાય. ચોર-ડાકુ-લુટારા-સંત જે થાવુ હોય તે થઈ શકે.એટલે જ આપણે કહીએ છીએ..”મેરી મરજી” આ ‘મેરી મરજી’ ના સ્રોતને કેમ સજાવવો-સંવારવો? તે આપણે ભૂલી જઈએ છીએ. “હૃદય કમળમાં રામ રમે રે.”. હૃદય એટલે વિચારનું રમવાનુ મોટું મેદાન.. હૃદય એટલે એવું ધબકતું મશીન જેની આપણે દરકાર જ નથી કરતાં. એ ધીરે ધીરે આપણી બેદરકારીથી કટાતું જાતું હોય અને..જ્યારે સામેથી ‘યમરાજા’ આવતા દેખાય,ત્યારે આપણી આંખો ઉઘડે! લાખો રૂપિયા ખર્ચવા તૈયાર થઈને પણ એ મશીન જે બગડેલું તે ક્યાંથી સુધરે??હૃદય નામના મશીનને “ભાવનાની ધીમક”(ઉદ્ધઈ) કોરી ખાય છે.હિમ્મત હૃદયની દવાછે. જે હૃદયને તાંત્રિક બનાવે છે!!!! જીવનની હરિયાળીને હરિભરી રાખવી હોય તો? “મેરી મરજીને બાજુએ મૂકી ” “સૌની મરજી”થી જીવીએ તો કેવું સારું?! મુક્તિદા કુમાર ઓઝા