“અત્યાચાર, બુરાઈઓ વખતે, “એમાં મારે શું …!” વિચારી મૌન બનીને, આપણે પણ પરોક્ષ રીતે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ.” ઇસબ મલેક”અંગાર”—————————
જ્યારે જે કહેવાનું હતું,ત્યારે નીચી નજરે ચૂપ રહ્યા પિતામહ…,
સમજણમાં ન આવી તારી ‘ખામોશી’..
મેં પણ જોયું!મારુ હૃદય ફંફોસી,
એનાએ ઉકરડામાં ગંધાતા હતા, મંછાના ખદબદતા કીડા!
મેં જોયું!તારું હૃદય સૂમસામ.
જે “તારી/મારી”ના સડાથી, ડરતા. મુંજાતા,ઝંખવાતા,
ગભરાતાહૃદયનીબખોલમાંસળવળતાં અળસીયાંનીજેમ,!!!
મેં જોયું!તારું હૃદય! સૂમસામ!
એક રસ્તો એવો કે ખામોશીથીપહોંચ્યો મંઝિલે..
એથી જ, મારા હૃદયમાં જોઈ શકતી હું, સહરાના રણ જેવી તારી ખામોશીનો અંજામ!!!
કહે છે, એટલું કે “નિર્દોષની હાય!જોઈલે તું!
સત્તાધીશ થઈને જો..લાગે હૃદયથી પ્રજાની હાય!!કેવી સત્તા જાય
દ્રૌપદીની આહ તુજને લાગી, જેથી તો બાણશૈયા અંત સમયની!
ચીર ખેંચાતાં ધરી તેં ખામોશી! દૌપદીની આહ તુજને લાગી!
ભીષ્મ પિતામહ! એજ કે પવિત્રતા માટે તારી ખામોશી?
ભયાનક ખામોશી, ખતરનાક, બેધડક, દિલધડક!
ધબાક દેતું પડે હૃદય!હાય ખામોશી! ઓય! ખામોશી.
નિષ્કલંક,નિર્દોષ,માનવતાની આહ !?ખામોશીથી થયું “ખેદાન/મેદાન” શાંતિનું રણ..,
હવે…..? યુગો સુધી તારા ઉદાહરણ, દેવાતા રહશે…, કે જ્યારે જે બોલવાનું હતું ત્યારે ના બોલ્યો…..! મુક્તિદા કુમાર ઓઝા..”રૂપલી…”