‘શોધું છું તને હું, મારાં જ પ્રતિબિંબમાં’

મેં શોધ્યો,તને મારી મજાક મજાકમાં!

તું તો હતો ‘મારી’ ખુશીમાં!

તું હતો કોઈની ખુમારીમાં,

હું તો શોધતો રહ્યો,મારા ઘમંડમાં !

મારી એક એક ઇચ્છાને જોઈ

તો તું ત્યાંને ત્યાં હતો ખોવાયેલો!

મારી આશા અને અપેક્ષામાં..

મંદિર/મસ્જિદમાં ના મળ્યો,

હતો કતલખાના અને વૃદ્ધશ્રમમાં!

શાળા/બઝારમાં ના મળ્યો તું!તું હતો બાળકના હાસ્ય અને નિજાનંદમાં.

હું તને શોધું એશ-આરામ-મો’લાતોમાં

તું તો બસ ભમતો હતો ભ્રમરના ભ્રમણમાં..

નદીઓના વહેણમાં

દરિયાના ઉલ્ફાતમાં

ગીતના ગુંજનમાં

મનના મમરાટમાં..

મેં તો શોધ્યો તને મજાકમાં!!!, મંદિરમાં મસ્જિદમાં..

મુક્તિદા કુમાર ઓઝા….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: