વય.. 85;65;25;05…..
સમયની ઝપટમાં આપણે ખોવાઈ ગયા છીએ?
પેલા……, ઢીંચણીયાના આધારે,
‘અપોશણ’ કરી પછી જમવાનું?
વાયલના છાયલના નવેણીયાં પહેરી રસોઈ કરવાનું!
આગંતુક,અતિથિને વગર રોટલી ગણ્યે, જમવા બેસાડી દેવાનુ..
કેટલું બધું..એ વાલ! એ વહાલપ! એ જમવાનું-જમાડવાનુ
સમયના વહેણમાં કેવાઆપણે તણાઈ ગયા છીએ……!
એ ..” ચાંદાચૌંઆ,દૂધનેપૌઆ,,આઘમાળુ ..હાબુક કોળીયા..
અબોટીયું, પંચીયુ પહેરી પાટલાની પંગત.. પતરાવડામાં કમંડળથીપરીસાતી દાળ,
ઓલા…. પીરસણીયાઓનો મસ્તી ભર્યો અવાજ “વાલ દઉં? ,પૂરી દઉં?
“એ નાતનુ એક સાથે ‘નાદબ્રહ્મ’ “નમઃપાર્વતીપતયે હરહર મહાદેવ..હર”.
હા! સમયની ઝડપમાં આપણે અટવાઈ ગયા !”સમય”!?
,******* હા.. બિલ્કુલ મચ્છણ લઈ
અબોટ વાળવું અને ચૂલાને સફેદ ચૂનાથી લીંપવા,કેમ ભુલાય!!?
અને છેલ્લે, હીંચકે ઝૂલતાં પાન-પેટીમાંથી સૂડી કાઢી સોપારીની કતરી કરી, કેસરિયું કલકત્તા પાન!! મુક્તિદા કુમાર ઓઝા”રૂપલી”