મુક્તિદા કુમાર ઓઝા…
‘રૂપલી’
સમજણમાં ન આવી તારી ‘ખામોશી’..
મેં પણ જોયું,મારુ હૃદય ફંફોસી.
એના,એ ઉકરડામાં
ગંધાતા હતા, મંછાના ખદબદતા કીડા!
મેં જોયું તારું હૃદય સૂમસામ.
જે “તારી/મારી”-અને, સડાથી-ડરતા.
મુંજાતા,ઝંખવાતા, ગભરાતા!
હૃદયની બખોલમાં સળવળતાં અળસીયાંનીજેમ,!!!
મેં જોયું!તારું હૃદય! સૂમસામ!
એક રસ્તો એવો કે ખામોશીથી
પહોંચ્યો મંઝિલે..
એથી જ, મારા હૃદયમાં
જોઈ શકતી હું,
સહરાના રણ જેવી તારી ખામોશીનો અંજામ!!!
કહે છે એટલું કે
“નિર્દોષની હાય!જોઈલે તું!
સત્તાધીશ થઈને જો..
લાગે હૃદયથી પ્રજાની હાય!!
કેવી સત્તા જાય છે.દ્રૌપદીની આહ તુજને લાગી,જેથી તો
બાણશૈયા અંત સમયની ચીર ખેંચાતાં ધરી તેં ખામોશી!
દૌપદીની આહ તુજને લાગી
ભીષ્મ પિતામહ!
ઓહો આહ! તુજને લાગી..
એજ કે પવિત્રતા માટે તારી ખામોશી? હાય ખામોશી.
ખતરનાક, બેધડક, દિલધડક!
ધબાક દેતું પડે હૃદય!
આહ! ઉકરડામાં
ખદબદતા સડાથી સડતા ઉકરડામાં!
હાય ખામોશી!
ઓય! ખામોશી.
નિષ્કલંક,નિર્દોષ,માનવતાની આહ!?
ખામોશીથી થયું “ખેદાન/મેદાન” શાંતિનું રણ..