“તડફડાટની વ્યાખ્યા શબ્દોથી નહિ સમજાય “અંગાર”…..,
માછલી પાણીની બહાર જે તડફડીયા મારે.., માતા પોતાના બાળકના વિયોગમાં જે અનુભવે..,
સાથીના જવાથી સારસ પક્ષી માથું પટકી મરે…, એ તડફડાટ….!!” (ઇસબ મલેક “અંગાર”) —-
શાને આવાં મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો?!
પંખી! માત્ર, પીંજરામાં પૂરાયેલુ તરફડતું નથી,પણ ખુલ્લા આસમાનમાં ઊડતું પંખી માણસજાતથી ડરે છે.
જેમ ધરતીના ગર્ભમાં ક્યાંક અંદર કોઈક કારણસર દાવાનળ ધગધતો હોય છે. જે અચાનક ‘જ્વાળામુખી’બની ધરતીને ફાડી બહાર આવી જાય છે.
તેમ સતત જીવનને માણવા માટે, જીવ તડપતો રહે છે.
આપણને આ સંસારમાં બધું જ મળ્યું છે છતાં… એને(જીવને) એમજ થતું હોય છે કાંઈક ખૂટે છે.
એવું શું હશે કે જાહોજલાલીમાં રહેતા રાજા-મહારાજાઓ,અચાનક સંસાર છોડી દે છે? અને સાધુ બની જાય છે!
સિકંદરે આખી દુનિયા જીતી લીધી!પણ મરતી વખતે એણે એટલું જ કહ્યું “મારા હાથ ખુલ્લા રાખજો.જેથી દુનિયાને ખબર પડે,”ખાલી હાથ આવ્યા ને ખાલી હાથ જવાનું છે.
” મહાવીર,કબીર, નરસૈંયો કે આપણે સૌ,આ સંસારના સુખ સાહ્યબીની વચ્ચે,એવા સુખની શોધમાં છીએ,જેની કોઈ વ્યાખ્યા નથી.
એટલે જ તો सुख दुःखे समे कृत्वा।लाभालाभौ जयाजयौ ।
બધું જ જડભરત થઈ દૃષ્ટાભાવથી સ્વીકારશું તો તડપવુ નહિ પડે. મુક્તિદા કુમાર ઓઝા