મસ્ત મજાની
મજ્જા કેમ કરવી ?
શોધું છું.,
મારે..નાચવું છે,ગાવું છે,
પંખીની જેમ વિશાળ ગગનમાં ઊડવું છે.
મસ્તી મજા મસ્તી મજ્જા
ખુશ બાળક બની જાવું છે!!કુદરતની કારીગીરીમાં કોતરાવું છે!
બાળકના એ હાસ્ય મહીં મલકાવું છે!
પપ્પાના ખભે ચડી દુનિયાને નજરાવવી છે !
મસ્ત મજાની સાડી લાવી મમ્મીને હરખાવવી છે!
બહેન તણી એ બોલી ઉપર “બકવાસ”!કહી ખિલખિલાવું છે
કામ ન કરતાં.. “ભાઈએ માર્યું ભાઈ એ માર્યું” !!
કહી,આખું ગામ ગજવવું છે..
બસ!!
મજ્જા કરવી!!
એમજ શોધું!
કુદરતની કારીગીરીમાં કર્મઠ થઈ કોતરાવું મારે!!
કેરમ રમતાં-જૂસ પીતાં,
અલકમલકની મસ્તી કરતાં.
બસ મસ્ત મજ્જાની ”લાઈફ”
મારે માણવી છે..
મસ્ત મજાની લાઈફ!
મુક્તિદા કુમાર ઓઝા
“રૂપલી”
“મને બાળક બની જાવું છે”
