આ તો,વરસાદમાં વાલમ્!
ના સાંભળું તને હું?
ધોધમાર વરસાદ છે!!
ભીંજવું પ્રીતમ તને હું.
ઝીણા ઝરમર વરસાદે,
વાલમ કેમ તારા વહાલના ફોરાં ના લૂટું?
આણીકોરે વરસાદની હેલીમાં હું
ઓણી કોરે સાવરિયા! બેઠો હવેલીમાં તું!
આવને, આ મોસમને માણીએ માણીગર!
મન-મોતીના ફોરાં વહાવીએ
એક/મેક વહાલથી ભીંજાઈ…એ…
આ તો વરસાદમાં વાલમ્! ના સાંભળું તને હું..