હૈયાના હિંડોળે હેતની હાલક ડોલકથીકોઈ મને યાદ કરે!
જાણી ખુશ થાઉં
મારી જિંદગી, મસ્ત રીતે માણીને,ખુશ થાઉં
હૈયાના હિલોળે,હેતના હાલક ડોલકમાં,યાદોની છાલકમાં
આનંદે હરખાઉં,યાદમાં ભીંજાઉં,યાદોથી એવી! છલકાઉં
હેતે ઊભરાઉં.
મનગમતો માહોલને મનગમતાં માણસો!મનમાં મલકાતી,યાદોના છાંટણાથી છંટાતી,છલકાતી જાઉં!! કોઈ મને યાદ કરે! જાણી ખુશ થાઉં…! મુક્તિદા કુમાર ઓઝા ધડકન
Hete Ubharau…… wah…… real nice creation from within
LikeLike