પ્રેમનો દરિયો ધસમસતો ને અફળાતો..—–
ધસમસતા એ પ્રેમ થકી અફળાતો,
“હું”!
માનવ-મનના તાણાવાણા?
ક્યાં ફંટાયા,ક્યાં ફંટાયા?
રે સૂરજ, કે તારો જગારો.?
જગમગ જગમગ,આંખોનો પલકારો !
જો પ્રેમ તણો ચમકારો
પ્રેમ કેરાએ પૂરમાં તારા
પાગલ થઈ પટકાયા !
પ્રેમના નામે પાગલ જંતુ,
તારા તરફ એ અવિરત સરતું!!
અટવાતાં,અફળાતાં
પ્રેમ તણાએ પૂરમાં તારા,
પાગલ થઈ પટકાયા
પ્રેમના નામે પાગલ જંતુ !
તારા તરફ એ અવિરત વહેતું!!
એની આંખો ના પલકારા
સૂરજ તેજ તણા જગારા.